21 July, 2025 07:28 AM IST | Kutch | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ગુજરાતના કચ્છ જિલ્લામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કૉન્સ્ટેબલ દિલીપ ડાંગચિયાએ શુક્રવારે રાત્રે તેની લિવ-ઇન પાર્ટનર, અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર અરુણા જાદવની હત્યા કરી હતી. શનિવારે સવારે આરોપી દિલીપે એ જ અંજાર પોલીસ-સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જ્યાં અરુણાનું પોસ્ટિંગ હતું.
આ ઘટના વિશે જાણકારી આપતાં અંજાર ડિવિઝનના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘અરુણા અને દિલીપ ૨૦૨૧માં ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવ્યાં હતાં. તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં હતાં. શુક્રવારે રાત્રે અરુણા અને દિલીપ અંજારમાં તેમના ઘરે હતાં. બન્ને વચ્ચે દલીલ બાદ રાત્રે ૧૦ વાગ્યે તેમનો ઝઘડો થયો હતો. દિલીપે કથિત રીતે તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.’