ખોડિયાર માતાના મંદિરમાં થયા તેમના વાહન મગરના દર્શન

24 June, 2019 07:23 PM IST  |  વડોદરા

ખોડિયાર માતાના મંદિરમાં થયા તેમના વાહન મગરના દર્શન

મંદિરમાં આવ્યો મગર

મહિસાગર જિલ્લામાં ખોડિયાર માતાનું ખૂબ જ જાણીતું મંદિર આવેલું છે. આ મંદિરમાં એવી બે ઘટનાઓ સામે આવી છે જે આશ્ચર્ય પમાડે એવી છે. મંદિરમાં પહેલા દાનપેટીમાંથી ચોરીની ઘટના બની અને પછી એકા એક મગર જોવા મળ્યો. આમ ખોડિયાર માતાના વાહન એવા મગર તેમના જ મંદિરમાં દર્શન દેતા લોકો આ દેવીના વાહનના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ દેવીના વાહન મગરના દર્શન કરી તેના પર કંકુ છાંટી તેની પૂજા કરવા લાગ્યા.

મહેસાણા જિલ્લામાં આવેલ પાલ્લા ગામમાં ખોડિયાર માતાનું મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. મળતી માહિતી મુજબ મંદિરની દાનપેટીમાં રોકડ રકમની ચોરી કરી નાસી છુટ્યા હતા. જેની તપાસ કરવા મંદિરમાં લોકો ગયા ત્યારે મંદિરમાં મગર જોવા મળતાં લોકોમાં ચમત્કાર થયો હોવાની ભાવના ઉમટી આવી. આમ થવાથી આ મગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા.

ઘટનાની જાણ થતાં વન વિભાગે રેસ્કુય ઓપરેશન કર્યું
મંદિરમાં ચોરી થઇ ત્યાર બાદ માતાજીનું વાહન મગર ત્યાં જોવા મળ્યું હોવાથી એવું માનવામાં આવી રહ્યું છે કે સ્વયં ખોડિયાર માતાજીએ પોતે જ આ મગર મોકલ્યો છે અને તેથી જ લોકોએ તેના પરં કંકુ નાંખ્યું અને તેની પૂજા કરવા લાગ્યા. જોકે ઘટનાની જાણ થતાં વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી કરવામાં આવી. મંદિરની નજીકમાં તળાવ હોવાથી મગર ત્યાથી આવ્યું હશે એવી આશંકા સેવાઇ રહી છે.

આ પણ વાંચો : રાજકોટ : કંપનીના નામથી નકલી મિનરલ વોટર બનાવતું કારખાનું ઝડપાયું

ઉલ્લેખનીય છે કે મગર ખોડિયાર માતાના વાહન તરીકે પૂજાય છે તેથી જ સામાન્ય લોકોએ મગરનો રેસ્ક્યુ કરવાની ના પાડી પણ બે કલાકની સમજાવટ પછી મગરને રેસ્ક્યુ કરવામાં આવ્યો. અને મળતી માહિતી પ્રમાણે મગરની ઉંમર 4 વર્ષ જેટલી હતી અને રેસ્ક્યૂ બાગ મગરને નદીમાં છોડી દેવામાં આવ્યો.

vadodara gujarat