30 August, 2024 07:36 PM IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગુજરાતમાં અતિ ભારે વરસાદને લીધે આખા રાજ્યમાં પૂરની પરિસ્થિતીને (Crocodile Fear in Vadodara) લીધે લોકોને રેસક્યું કરી બીજા સુરક્ષિત ઠેકાણે મોકલવામાં આવ્યા છે. જો કે રાજ્યના અનેક ઠેકાણે રસ્તાઓ અને ગલીઓ જાણે નદીઓમાં ફેરવાઇ ગઈ છે એવું લાગી રહ્યું છે. આ પૂર સાથે ગુજરાતમાં વધુ એક મોટી સમસ્યા નિર્માણ થઈ છે. પૂરના પાણી લોકોના ઘરસુધી પહોંચી જતાં રહેણાંક વિસ્તારોમાં મોટા મોટા મગર આવી જતાં લોકોમાં ઘભરાટ ફેલાયો છે. તેમ જ હજી વધુ મગર લોકોવસ્તીમાં આવી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની સિઝનમાં ખાસ કરીને વડોદરાવાસીઓ (Crocodile Fear in Vadodara) માટે નવી સમસ્યા ઉભી થઈ છે. પૂરના પાણીમાં તણાઈને મગરો રહેણાંક વિસ્તારોમાં આવી જવાની અનેક ઘટના બની રહી છે. વન વિભાગની ટીમને આ મગરોને બચાવવા માટે ફોન આવી રહ્યા છે. વન વિભાગની ટીમ દ્વારા એક ખાસ નેટ અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મગરોને વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરમાં લાવીને તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત અથવા નબળા મગરોને તાત્કાલિક તબીબી સહાય આપવામાં આવે છે. આ મગરોને પકડવામાં વન વિભાગની સાથે સાથે અનેક એનજીઓ પણ મદદ કરી રહી છે. જો કે આ દરમિયાન લોકો વચ્ચે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોણ જાણે ક્યારે ક્યાંથી મગર આવી જાય અને તેનો શિકાર બની જાય.
વડોદરા મગર માટે પ્રખ્યાત છે. 2020માં અહીં 400 મગર હતા, આ આંકડો હવે વધીને 500ને પાર કરી ગયો છે. છેલ્લા બે દિવસમાં વન વિભાગે 24 મગરોનું રેસક્યું કર્યું છે. વડોદરાના અકોટા, સયાજી બાગ, વડોદરા પેલેસ, બાલ ભવનમાં વધુ મગર પકડાઈ રહ્યા છે. વન વિભાગે એનિમલ હેલ્પલાઈન (Crocodile Fear in Vadodara) માટે 9409027166, 9825011117 નંબર જાહેર કર્યા છે. વરસાદ દરમિયાન વડોદરામાં મોટી સંખ્યામાં મગર, ઝેરી સાપ અને કાચબા પણ જોવા મળી રહ્યા છે.
આ અંગે એક ફોરેસ્ટ ઓફિસરે કહ્યું કે અમારી ટીમને મગરના બચાવ માટે કોલ આવતા જ અમે વસ્તુઓ સાથે તે સ્થળે પહોંચીએ છીએ. અમે કોઈ નુકસાન પહોંચાડ્યા વિના મગરને પકડવાનો પ્રયાસ કરીએ છીએ. અત્યાર સુધીમાં અમે 24 મગરોને બચાવ્યા છે, પરંતુ સૌથી મોટો મગર 16 ફૂટનો છે. અમને દરરોજ ઘણા ફોન આવી રહ્યા છે અને લોકો મગર જોઈને ડરીને ફોન કરી રહ્યા છે. અમે હેલ્પલાઇન નંબર ચાલુ રાખ્યો છે, જેથી લોકોને ઝડપથી મદદ મળી શકે. રેસ્ક્યુ શેલ્ટરમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે અમારા ઘરની નજીક બહુ મોટા મગર જોવા મળે છે. અમને ખૂબ ડર લાગે છે. ડરના કારણે આપણે ઊંઘી શકતા નથી. જ્યારે મગર અમારા (Crocodile Fear in Vadodara) ઘરની નજીક ફરે છે ત્યારે અમને અને અમારા બાળકો ખૂબ જ ડરી જાય છે. વરસાદ દરમિયાન આ ભય વધુ વધી જાય છે. સાપ અને કાચબાને જોયા પછી પણ બચવાનો કોઈ રસ્તો છે, પરંતુ મગરથી બચવાનો કોઈ રસ્તો નથી. તેના વિશે વિચારીને જ મને ડર લાગે છે. રહેણાંક વિસ્તારોમાં મોટા મગરો તરી રહ્યાં છે. અનેક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો ભય એ છે કે મગર સૂતા સમયે ઘરની અંદર ઘૂસી શકે છે.