ગુજરાતમાં મ્યૂઝિક થેરેપીથી થઈ રહી છે કોરોનાની સારવાર, જુઓ વીડિયો

11 October, 2020 06:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ગુજરાતમાં મ્યૂઝિક થેરેપીથી થઈ રહી છે કોરોનાની સારવાર, જુઓ વીડિયો

ગુજરાતમાં મ્યૂઝિક થેરેપીથી થઈ રહી છે કોરોનાની સારવાર

ભારતમાં કોરોનાવાયરસના કેસ 70 લાખ પાર પહોંચી ગયા છે. સારી વાત એ પણ છે કે દેશમાં કોરોનાના દર્દીઓ ઝડપથી સ્વસ્થ પણ થઈ રહ્યા છે. અત્યાર સુધી 60 લાખથી વધારે લોકો આ મહામારીને પરાસ્ત કરવામાં સફળ થઈ ગયા છે. કારણકે અત્યાર સુધી કોરોનાની વેક્સીન બની શકી નથી, સામાન્ય દવાઓથી જ કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ દરમિયાન ગુજરાતમાં એક એવી પણ હૉસ્પિટલ છે, જે મ્યૂઝિક થેરેપીથી Covid-19 સંક્રમિતોની સારવાર કરે છે. કદાચ તમને આ સાંભળીને આશ્ચર્ય થશે પણ હકીકત છે. સર સયાજી રાવ ગાયકવાડ હૉસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર મ્યૂઝિક થેરેપી દ્વારા થઈ રહી છે.

હૉસ્પિટલ પ્રશાસને કોરોના દર્દીઓની સારવારમાં દવાઓની સાથે હવે સંગીતનો પણ સમાવેશ કર્યો છે. વાયરસથી સંક્રમિત દર્દીઓને સંગીત સંભળાવવામાં આવે છે. ન્યૂઝ એજન્સી ANIએ આનો વીડિયો શૅર કર્યો છે. નીચે આપેલા વીડિયોમાં તમે જોઇ શકો છો કે દર્દી સંગીતની ધુનમાં ખોવાયેલા દેખાય છે. તેમણે હૉસ્પિટલ પ્રશાસનનું આ સારું પગલું ગણાવ્યું છે.

નોંધનીય છે કે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે (રવિવારે) જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 70,53,806 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 74,383 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 89,154 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. છેલ્લા 24 કલાકમાં 918 કોરોના સંક્રમિતોનું નિધન થયું છે. અત્યાર સુધી કુલ 60 લાખ,77,976 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. 1,08,334 દર્દીઓના જીવ ગયા છે. દેશમાં આ સમયે 8,67,496 કેસ એક્ટિવ છે. રિકવરી રેટની વાત કરીએ તો આ સામાન્ય વધારા સાથે 86.16 ટકા પર પહોંચી છે. પૉઝિટિવિટી રેટ 6.89 ટકા છે. ડેથ રેટ 1.53 ટકા છે.

gujarat national news coronavirus covid19