Coronavirus Outbreak: ગુજરાતી લોકસાહિત્યકારે આજીવનની બચત દાનમાં આપી

30 March, 2020 05:00 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

Coronavirus Outbreak: ગુજરાતી લોકસાહિત્યકારે આજીવનની બચત દાનમાં આપી

લોહસાહિત્યકાર કહાભા ગઢવી

કોરના વાયરસ (COVID-19) સામે જંગ લડવા માટે માનનીય વપાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાહેર કરેલ 'PM Cares Fund' માં એક પછી એક સ્પોર્ટસમેન, કલાકારો, નેતાઓ પોતાનો ફાળો નોંધાવતા જાય છે. Corona Relief Fund માં દાન આપવાની આ યાદીમાં ગુજરાતના સુપ્રસિધ્ધ લોકસાહિત્યકાર હકાભા ગઢવીનું પણ નામ જોડાઈ ગયું છે. કોરોના વાયરસના રાહત ફંડમાં તેમણે પોતાના જીવનની બધી જ કમાણી દાન આપવાનો નિર્ણય કર્યો છે. એક વિડિયોના માધ્યમથી તેમણે જણાવ્યું હતું કે, મારા ત્રણ બૅન્ક અકાઉન્ટ છે અને હું એ ત્રણેય બેન્ક અકાઉન્ટની પાસબુક મામલતદારને આપવાનો છું. હકાભાએ એમ પણ કહ્યું હતું કે, મેં મારા જીવનમાં ભેગી કરેલી 11 એફડીઓ પણ તોડી નાખી છે. 

સોમવારે તેઓ હળવદમાં મામલતદારને મળ્યા હતા અને આજીવનની કમાણી કોરોના વાયરસના રાહત ફંડમાં જીવનની જમાપુંજી દાન કરવા માંગે છે તેમ કહ્યું હતું. તેમણે એક ખાનગી ચેનલને મોકલાવેલા વિડિયોમાં કહ્યું હતું કે, 'આજે જ્યારે દેશ પર સંકટ આવ્યું છે ત્યારે પૈસા મહત્વના નથી. હું રકમ નહીં જણઅવું પણ હા લાખોમાં હશે. હું મારી તમામ પાસબુક અને કોરો ચેક મામલતદારને સોંપવાનો છું. મેં મારા જીવનમાં છેલ્લા 11 વર્ષ દરમ્યાન ભેગી કરેલી બધી જ એફડી તોડીને આ સંકટ સામે લડવા માટે દાનમાં આપવાનો નિર્ધાર કર્યો છે.'

આ પણ વાંચો: PM Cares Fund: વિરુષ્કાએ કર્યું ગુપ્ત દાન

 સંકટના સમયમાં ફરજ બજાવતા તમામ લોકોનો લોકસાહિત્કારે આભાર માન્યો હતો અને નાગરિકોને ઘરમાં રહેવાની અને સુરક્ષિત રહેવાની સલાહ આપી હતી.

coronavirus covid19 gujarat ahmedabad