Coronavirus Outbreak: ગુજરાતમાં કેસિઝમાં સતત વધારો, 24 કલાકમાં 29 મોત

13 May, 2020 08:37 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus Outbreak: ગુજરાતમાં કેસિઝમાં સતત વધારો, 24 કલાકમાં 29 મોત

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી 316 દર્દીઓને સાજા થઇ ઘર ભેગાં પણ થયા છે.

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસનાં કેસિઝની સંખ્યા જાણે અટકવાનું નામ નથી લેતી, છેલ્લા ચોવીસ કલાકમાં જ રાજ્યમાં નવા 364 કેસિઝ નોંધાયા છે. આટલું ઓછું હોય તેમ રાજ્યમાં 24 કલાકમાં 29 દર્દીઓનાં મોત થયા છે. અત્યાર સુધી ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કુલ 9268 પૉઝિટીવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા  24 કલાકમાં રાજ્યમાંથી 316 દર્દીઓને સાજા થઇ ઘર ભેગાં પણ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 292, વડોદરામાં 18, સુરતમાં 23, ભાવનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલમાં 1, બનાસકાંઠામાં 1, મહેસાણામાં 8, ગીરસોમનાથમાં 1, ખેડામાં 1, જામનગરમાં 3, અરવલ્લીમાં 1, મહીસાગરમાં 1, દેવભૂમિ દ્વારરકામાં 7, જૂનાગઢમાં 1 અને અમરેલીમાં 1 કેસ નોંધાયો છે. આમ 364 પૉઝિટીવ કેસ નોંધાયા છે. અત્યાર જ્યાં એક પણ કેસ નહોતો તેવા અમરેલીમાં પણ કોરોનાએ પ્રવેશ કર્યો છે. ગુજરાત રાજ્યનાં વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે રેડ ઝોનમાંથી સંક્રમણ ફેલાય નહીં તે માટે વધુને વધુ ટેક્નોલોજીનો ઉપયોગ ચાંપતી નજર રાખવા માટે કરાશે. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં ત્રણ કેમેરા લગાડેલા હાઇડ્રોજન બલુનથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે 

ગુજરાતમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં એસટી બસની સેવાઓ ચાલુ કરાશે. રાજ્યમાં તબક્કાવાર લૉકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો નહીં ચાલે.  ગુજરાતમાં હાલમાં કૂલ 9,268 દર્દીમાંથી 39 વેન્ટીલેટર પર, 5,101ની હાલત સ્થિર, 3,562 ડિસ્ચાર્જ અને 566ના મોત થયાં છે. અત્યાર સુધીમાં કુલ 1,22, 297 ટેસ્ટ થયા, 9,268ના પૉઝિટીવ અને 1,13,029ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

gujarat coronavirus covid19 gandhinagar