પ્રેમિકાને મળવાનું ન થતાં વિયોગમાં ‍પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

10 April, 2020 03:55 PM IST  |  Mumbai Desk

પ્રેમિકાને મળવાનું ન થતાં વિયોગમાં ‍પ્રેમીએ કર્યો આપઘાતનો પ્રયાસ

પ્રેમ આંધળો હોય છે અને પ્રેમમાં પડેલા યુવાન પ્રેમ માટે કોઈ પણ હદે જઈ શકે છે એવું સુરતના પ્રેમીએ સાબિત કરી બતાવ્યું હતું. જોકે કોરોનાને લઈને લૉકડાઉન હોવાને લઈને પ્રેમિકાને મળવા જવાય તેવી પરિસ્થિતિ નહીં હોવાને લઇને પ્રેમિકાના વિયોગમાં પ્રેમી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતાં આ પ્રેમી યુવકને સારવાર માટે સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખાગામમાં ખાતે રહેતો અને મજૂરી કામ કરતો ૧૮ વર્ષનો રોહિત જિતુ રાઠોડ થોડા સમય પહેલાં તેના ઘર નજીક ડાંગ શુગર ફૅક્ટરી શ્રમજીવીઓ મજૂરી કરવા આવ્યા હતા જેમાં એક છોકરી સાથે રોહિતની આંખ મળી ગઈ હતી અને બન્ને જણ પરિવારની જાણ બહાર મળતાં હતાં.

ત્યાર બાદ આ યુવતી ડાંગ ખાતે પરિવાર સાથે જતી રહી હતી. જોકે બન્નેનો પ્રેમ ચાલુ રહ્યો હતો અને બન્ને એકબીજા સાથે ફોન પર વાત પણ કરતા હતા. જોકે બન્ને મળ્યાને લાંબો સમય થઈ ગયો હોવાને લઈને આ બન્ને મળવા માગતા હતા. અને મળવા માત્ર તારીખ નક્કી કરી હતી.

પણ કોરોના લઈને લૉકડાઉન આવતા આ બન્ને પ્રેમીને મળી શકાય એવી પરિસ્થિતિ નહોતી. જોકે લૉકડાઉન હોવાને લઈને વ્યવહાર બંધ હોવાથી તે ડાંગ જઈ શકતો નહોતો, જેના લીધે તે સતત પ્રેમિકાને મળવા માટે આતુર હતો.

gujarat national news