નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ફક્ત સેવાના જ દર્શન કરી શકાશે

18 March, 2020 04:30 PM IST  |  Gujarat | Rachana Joshi

નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ફક્ત સેવાના જ દર્શન કરી શકાશે

શ્રીનાથજી મંદિરની ફાઈલ તસવીર

કોરોનાના અસરથી તો હવે ભગવાનના મંદિરો પણ બાકાત નથી. કોરોના વાયરસના ચેપને અટકાવવા માટે સરકારે જાહેર સ્થળોએ ભેગા નહીં થવાનો આદેશ આપ્યો છે. સ્વિમિંગ પુલ, જીમ, મૉલ, થિયેટર બાદ હવે ધાર્મિક સ્થળો પણ બંધ થવા લાગ્યા છે. ઉદયપુરના નાથદ્વારામાં આવેલું શ્રીનાથજી મંદિર પણ હવે તેમાંથી બાકાત નથી. શ્રીનાથજીના મંદિરમાં ફક્ત સેવાના જ દર્શન કરી શકાશે. તેમાં પણ એકસાથે 50 થી વધુ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. એકસમયે 50 કે તેથી ઓછા ભક્તો જ દર્શન કરી શકશે. આરતીના સમયે પણ પાંચ મિનિટ સુધી જ દર્શન કરી શકાશે. મંદિરના પુજારીઓએ વિનંતી કરી છે કે, ભક્તોએ ઓછા સમયમાં દર્શન કરી લેવા અને પછી ઘરે જઈને પુજા-પાઠ કરવા. મંદિરમાં વધુ સમય કોઈને બેસવા દેવામાં નહીં આવે.

નાથદ્વારા સહિત એકલંજી મંદિરમાં પણ એકસાથે 50 થી વધુ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. ઉદયપુરમાં સિટિ પૅલેસ મ્યુઝિયમ, ચિત્તોડગઢ ફોર્ટ, સહેલિયો-કી-બારી 31 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

gujarat udaipur coronavirus