ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના

04 January, 2021 03:12 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ઉત્તરાણને પણ નડશે કોરોના

ફાઈલ તસવીર

અમદાવાદમાં રામદેવનગરસ્થિત સેવાભાવી સંસ્થા ‘સદવિચાર’માં મોક્ષવાહિની રથનું લોકાર્પણ કરવા આવેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વૅક્સિનેશન અને ઉત્તરાયણની ઉજવણી અંગે મહત્ત્વપૂર્ણ વાતચીત કરી હતી. ઉત્તરાયણની ઉજવણી અંગે નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે કોરોનાને લઈને રાજ્ય સરકારે રાજ્યની ઓળખ સમાન પતંગ મહોત્સવ ન ઊજવવાનું નક્કી કર્યું છે. તેમ છતાં, નાગરિકો ઉત્તરાયણ ઊજવી શકે એ માટે જરૂરી છૂટછાટ અંગે કૉર ગ્રુપની બેઠકમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય લેવાશે તેમ જ પતંગ ચગાવવાને લઈને પણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે. લોકો પોતાના ઘર કે ધાબા પરથી કેવી રીતે પતંગ ઉડાવી શકે અને કેટલા લોકો ભેગા થઈ શકે એની જાહેરાત કરશે.

ધાબાઓ પર કે પોળોમાં ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

gujarat makar sankranti coronavirus covid19