મોરબીમાં પોલીસે લોકોને પકડીને ઊઠ-બેસ કરાવી

25 March, 2020 04:22 PM IST  |  Rajkot | Agencies

મોરબીમાં પોલીસે લોકોને પકડીને ઊઠ-બેસ કરાવી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસને કારણે રાજ્યમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ પોલીસ-કમિશનર દ્વારા ત્રણ કલરના પાસ બનાવવામાં આવ્યા છે જે શહેરની દરેક સોસાયટીમાં વિતરણ કરવામાં આવશે. એમાં વાહનમુક્તિ માટે, કામની મુક્તિ માટે વાપરી શકાશે. સોસાયટીદીઠ બે પાસ આપવામાં આવશે, જ્યારે વેરાવળ પોલીસ ઍક્શનમાં આવી છે અને મધરાતથી જ કડક અમલવારી શરૂ કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર ૨૫ લોકો વિરુદ્ધ ૨૬૯, ૧૮૮ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં ૨૮ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે જેમાં જેતપુર ગ્રામ્યમાં બે, જેતપુર શહેરમાં ૬, ભાયાવદરમાં ૧, વીરપુરમાં બે, ગોંડલમાં બે, ધોરાજીમાં પાંચ, ઉપલેટામાં ૪, વીંછિયામાં ૧ અને પાટણવાવમાં પાંચ સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો છે. જ્યારે મોરબીમાં પોલીસ લોકોને પકડીને સ્થળ પર ઉઠક-બેઠક કરાવી રહી છે. રાજકોટમાં આજે વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તા પરથી પસાર થતાં વાહનોને પોલીસ અટકાવી રહી છે.

કોરોના વાઇરસની મહામારીને પગલે તંત્ર આ મહામારીને પહોંચી વળવા સજ્જ થયું હોય એમ આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને મીટિંગ બોલાવવામાં આવી હતી. આ મીટિંગમાં ઊના, ગીરગઢડા મામલતદાર, ચીફ ઑફિસર, વેપારી આગેવાનો સહિત વિવિધ પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ મીટિંગમાં જિલ્લા કલેક્ટર અજય પ્રકાશે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ શાકભાજી, દૂધ અને અનાજ, કરિયાણા, દવાની દુકાનો ખુલ્લી રાખવા; જ્યારે અન્ય ધંધાર્થીઓને પોતાના રોજગાર બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

gujarat rajkot coronavirus covid19