ગુજરાત: કોરોનાના વધતા કેસને કારણે અમદાવાદમાં ફરી કર્ફ્યૂ લાગૂ

19 November, 2020 06:49 PM IST  |  Ahmedabad | Gujarati Mid-Day Online Correspondent

ગુજરાત: કોરોનાના વધતા કેસને કારણે અમદાવાદમાં ફરી કર્ફ્યૂ લાગૂ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંગે ગુજરાત સરકારે ગુરુવારે રાતથી અમદાવાદમાં નાઇટ કર્ફ્યૂ લાગૂ પાડી દીધું છે. આ કર્ફ્યૂ રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. નાઇટ કર્ફ્યૂ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે. સાથે જ વિજય રૂપાણીની સરકારે અમદાવાદ માટે 20 એક્સ્ટ્રા એમ્બ્યુલેન્સ, 300 ડૉક્ટર્સ અને 300 મેડિકલ વિદ્યાર્થીઓની નિમણૂક કરી છે. આ સિવાય કેન્દ્ર સરકારે હાઇ લેવલ ટીમને ગુજરાત રવાના કરી દીધી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના 1,281 નવા કેસ સામે આવ્યા છે, જેના પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 1,91,642 થઈ ગઈ છે. તો, રાજ્યમાં 1274 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું કે બીમારીથી આઠ વધુ વ્યક્તિઓના નિધન પછી રાજ્યમાં મૃતકોની સંખ્યા 3,823 થઈ ગઈ છે.

વિભાગે એક જાહેરાતમાં કહ્યું કે 1274 વધુ દર્દીઓના સ્વસ્થ થવાની સાથે રાજ્યમાં સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા 1,75,362 સુધી પહોંચી ગઈ છે. તો, દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારીમાં પણ વધારો થયો છે અને આ 91.50 ટકા થઈ ગયો છે. રાજ્ય સરકારે કહ્યું કે કેસ ટૂંક સમયમાં જ ખબર પડી જાય તે માટે દરરોજની ટેસ્ટ સંખ્યમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

રાજ્યમાં અત્યાર સુધી ટેસ્ટ કરેલા સેમ્પલની સંખ્યા 69,78,249 થઈ ગઈ છે. વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં હાલ 12,457 દર્દીઓની સારવાર થઈ રહી છે. સૂરતમાં સંક્રમણના સર્વાધિક 224 જ્યારે અમદાવાદમાં 220, રાજકોટમાં 161, વડોદરામાં 142 નવા કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં સંક્રમણને કારણે પાંચ દર્દીઓના નિધન થઈ ગયા છે જ્યારે સૂરતમાં બે અને પાટણમાં એક સંક્રમિતનું નિધન થઈ ગયું છે.

coronavirus covid19 ahmedabad gujarat