ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 969 નવા પૉઝિટિવ કેસ

30 October, 2020 08:14 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 969 નવા પૉઝિટિવ કેસ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 969 પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,72,009એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3714એ પહોંચ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 1027 લોકો રિકવર થયા છે. રિકવરી રેટ 90.17 ટકા છે. ગુજરાતમાં આજે રાજ્યમાં 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્ય ભરમાં 60,02,273 ટેસ્ટ કરાયા છે.

છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 165, અમદાવાદ કોર્પોરેશન 162, વડોદરા કોર્પોરેશન 77, સુરત 53, રાજકોટ કોર્પોરેશન 51, વડોદરા 37, બનાસકાંઠા 26, મહેસાણા 26, ભરૂચ 24, નર્મદા 24, રાજકોટ 23, પાટણ 22, સુરેન્દ્રનગર 21, સાબરકાંઠા 20, અમદાવાદ 19, અમરેલી 17, ગાંધીનગર કોર્પોરેશન 17, જામનગર કોર્પોરેશન 17, મોરબી 17, ગાંધીનગર 16, પંચમહાલ 13, જામનગર 12, જુનાગઢ 12, ગીર સોમનાથ 11, જુનાગઢ કોર્પોરેશન 10, અરવલ્લી 9, ભાવનગર કોર્પોરેશન 9, દાહોદ 9, કચ્છ 9, આણંદ 8, દેવભૂમિ દ્વારકા 6, મહીસાગર 6, ભાવનગર 5, ખેડા 5, નવસારી 4, તાપી 4, છોટા ઉદેપુર 2, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં 6 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 2, સુરત કોર્પોરેશન 2, પાટણ 1, રાજકોટ કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3714એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,55,105 નાગરીકો સાજા થઈ ગયા છે. 3714ના મૃત્યુ થયા છે.

    

gujarat coronavirus covid19