Corona Virus: ગુજરાતમાં સુરત તથા રાજકોટમાં Covid-19નાં બે કેસ નોંધાયા

19 March, 2020 11:26 PM IST  |  Gandhinagar | Gujarati Mid-Day Online Correspondent

Corona Virus: ગુજરાતમાં સુરત તથા રાજકોટમાં Covid-19નાં બે કેસ નોંધાયા

રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યા બે પોઝિટીવ કેસ

ઘાતક કોરોના વાઇરસ હવે ગુજરાત પહોંચ્યો છે ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રાલય રિપોર્ટ કર્યા અનુસાર ગુરુવારે સાંજે રાજ્યમાં કોવિડ-19ના બે પોઝિટિવ કેસ નોંધાયા હતા એક દર્દી રાજકોટ નો રહેવાસી છે જ્યારે બીજો કેસ સુરતના શખ્સ સાથે થયો છે. આ સમાચાર સાથે દેશમાં કોરોના વાઇરસનાં પોઝિટીવ કેસિઝનો આંકડો  કુલ 197 થયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં સૌથી વધુ એટલે કે કુલ ૪૯ કેસિઝ છે. ગુજરાત સરકાર અટકાવવા માટે કડક પગલાં લઈ રહી છે. રાજ્યમાં શાળાઓ બંધ કરી દેવા છે તથા મંદિરો જેવા જાહેર સ્થળો પણ બંધ કરી દેવાયા છે. ગુજરાત રાજ્ય સરકારે પહેલેથી જ આ પગલા લીધા હતા પરંતુ છતાં ય આ ઘાતક વાઇરસનાં બે કેસ રાજ્યમાં નોંધાયા છે.

covid19 coronavirus gujarat