નવરાત્રી પહેલા જ ખેલૈયાને સરકારે કર્યા હતાશ, પાસ પર GST લાદતા કોંગ્રેસે કર્યો વિરોધ

02 August, 2022 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોંગ્રેસે વડોદરા કચેરી સામે સરકારી નીતિનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા.

ફાઈલ ફોટો

હજી નવરાત્રીને લાંબો સમય બાકી છે  એવામાં સરકારે ખૈલાયોને અત્યારથી હતાશ કરી દીધા છે. ગુજરાતમાં ગરબાના પાસ ઉપર GST જાહેરાત કરી છે, એ પણ 18 ટકા. જેને લઈ ખેલૈયાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ મેદાનમાં આવે તે પહેલા આ મામલે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. 

કોંગ્રેસે વડોદરા કચેરી સામે સરકારી નીતિનો વિરોધ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો પરંપરાગત ડ્રેસમાં જોવા મળ્યા હતા.  તેમજ કાર્યકરોએ સરકારી કચેરીના પટાંગણમાં ગરબા પણ ગાયા હતા. જ્યારે બીજી તરફ AAP નેતા ગોપાલ ઈટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ કર્યો. 

ગરબાના સિઝન પાસ પર 18 ટકા GST લગાવવાથી ખેલૈયાઓ અત્યારથી હતાશ થઈ ગયા છે. પરંતુ સરકારના આ નિર્ણયનો વડોદરા કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે. ગુજરાતની સંસ્કૃતિ સમાન ગરબા પર ટેક્સના નામે ઉઘાડી લૂંટના આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. તેમજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને સરકારની નીતિ વિરુદ્ધ કોંગ્રેસે ગરબા ગાયા હતા. 

 

 

gujarat news navratri