વસ્ત્રાપુર અમ્યુઝમેન્ટ પાર્કમાં જોખમ?કાંકરિયાના કોન્ટ્રાક્ટર જ સંચાલક

15 July, 2019 02:23 PM IST  |  અમદાવાદ

વસ્ત્રાપુર અમ્યુઝમેન્ટ પાર્કમાં જોખમ?કાંકરિયાના કોન્ટ્રાક્ટર જ સંચાલક

અમદાવાદના કાંકરિયામાં રાઈડ પડવાની દુર્ઘટનાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે. રાઈડ પડવાને કારણે 2 લોકોના મોત થયા છે, તો 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે જવાબદાર કોણ તે અંગેના સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે રાજકારણ પણ રમાઈ રહ્યું છે અને આક્ષેપ-પ્રતિઆક્ષે પણ થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે ચોંકાવનારો દાવો કર્યો છે. બદરુદ્દીન શેખનો દાવો છે કે વસ્ત્રાપુર તળાવમાં બનેલા અમ્યુઝમેન્ટ પાર્કમાં જે રાઈડ્સ લાગેલી છે, તેનું સંચાલન પણ કાંકરિયાના બેદરકાર કોન્ટ્રાક્ટરના જ હાથમાં છે.

ઉલ્લેખનીય છે કે વસ્ત્રાપુર તળાવ અને આસપાસમાં મોલ હોવાને કારણે અહીંના અમ્યુઝમેન્ટ પાર્કમાં ખૂબ ભીડ રહેતી હોય છે. ખાસ કરીને શનિ-રવિ અને રજાઓમાં આ અમ્યુઝમેન્ટ પાર્કમાં લોકો બાળકોને લઈ ઉમટી પડે છે. જો તમે પણ તમારા બાળકોને લઈ વસ્ત્રાપુર અમ્યુઝમેન્ટ પાર્કમાં જતા હો, તો ચેતી જજો. કારણ અમદાવાદ કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે દાવો કર્યો છે કે આ પાર્કમાં રહેલી રાઈડ્સના સંચાલક પણ એ જ છે જે કાંકરિયામાં રાઈડ્સ સંચાલક જ છે.

આ પણ વાંચોઃ અમદાવાદ: કાંકરિયા બાલ વાટિકામાં રાઈડ તૂટી, 3 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે કાંકરિયામાં બાલવાટિકાના અમ્યુઝમેન્ટ પાર્કમાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી હતી. રવિવારે થયેલી આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા અને 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ અમ્યુઝમેન્ટ પાર્કના સંચાલક ઘનશ્યામ પટેલ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં યોગ્ય ચકાસણી વગર રાઈડ ચાલતી હોવાને કારણે દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે, સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્ક કંપનીના ઘનશ્યામ પટેલનો વસ્ત્રાપુરમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં પણ કોન્ટ્રાક્ટ ચાલે છે.

ahmedabad gujarat