રાજકોટ : કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરતા મામલો ગરમાયો

08 April, 2019 04:03 PM IST  |  રાજકોટ

રાજકોટ : કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થીની છેડતી કરતા મામલો ગરમાયો

વિદ્યાર્થીઓની કોલેજમાં હડતાલ (PC : Bipin Tankaria)

રાજકોટ શહેરમાં પારૂલ યુનિવર્સિટી ફરી ચર્ચાનો વિષય બની છે. હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીએ કોલેજના જ પ્રોફેસર ભટ્ટે શરીર પર વારંવાર ટચ કરીવે હેરાન કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો અને વિરોધ પ્રદર્શન કરતા આજે કોલેજમાં હડતાલ પાડી હતી. આ સમગ્ર કેસ પોલીસ મથકે પહોંચ્યો હતો અને ભક્તિનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓનો કાફલો કોલેજ પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.


શું હતી આખી ઘટના
શહેરમાં પારૂલ યુનિવર્સિટી દ્રારા સંચાલિત હોમિયોપેથી કોલેજ આજે સોમવારે શહેરભરમાં ચર્ચાનો વિષય બની હતી. મળતી માહિતી મુજબ કોલેજના પ્રોફેશર ભટ્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે કોલેજની પહેલા વર્ગમાં ભણતી વિદ્યાર્થીનીને અણગમતી રીતે વારંવાર ટચ કરી હેરાન કરતા હતા. આ અંગે વિદ્યાર્થીનીએ ફરીયાદ કરતા કોલેજના તમામ વિદ્યાર્થીઓમાં રોષ ફાટી નિકળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓએ કોલેજમાં હડતાલ પાડી હતી.


મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ કાફળો ઘટના સ્થળે આવી પહોંચ્યો
વિદ્યાર્થીની છેડતી કરવાના કેસમાં વિદ્યાર્થીઓ પ્રોફેસરનો વિરોધ નોંધાવ્યો હતો અને કોલેજમાં હડતાલ પાડી હતી. જેને પગરે સમગ્ર કેસ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આમ ભકિતનગર પોલીસ સ્ટેશનના PI વી.કે.ગઢવી, મહિલા પીએસઆઈ સહિતનો કાફલો કોલેજે પહોંચ્યો હતો.

આ પણ વાંચો : રાજકોટ : ભાજપની ઘરની ધોરાજી, રસ્તો બ્લોક કરી યોજી સભા, જનતા થઇ બેહાલ

અવાર-નવાર વિદ્યાર્થીનીના શોષણની ઘટમા સામે આવે છે
શૈક્ષણિક સંસ્થાનોમાં રેગીંગ અને વિદ્યાર્થીનીઓના શોષણના મામલા અનેક વખત સપાટી પર આવ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરે પીએચડીના વિદ્યાર્થીની સમક્ષ અવાર - નવાર અભદ્ર માંગણી કર્યાનો મામલો બહુ ચગ્યા બાદ આજે શહેરની રાજકોટ હોમિયોપેથીક મેડીકલ કોલેજમાં આવો મામલો સપાટી પર આવ્યો છે. આજે સવારથી આ મુદ્દે કોલેજના તમામ વર્ષના વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ હડતાલ કરી હતી. મામલાની સત્ય હકીકત જાણવા પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. દરમિયાન કોલેજના પ્રિન્સીપાલ હિતાર્થ મહેતાનો ફોનમાં સંપર્ક સાધતા ઈન્કમીંગ કોલની ફેસેલીટી નહિં હોવાનો આન્સર મળી રહ્યો છે.

rajkot