રાજકોટ : ભાજપની ઘરની ધોરાજી, રસ્તો બ્લોક કરી યોજી સભા, જનતા થઇ બેહાલ

રાજકોટ | Apr 08, 2019, 14:28 IST

રાજકોટમાં રાજકીય પક્ષના વાંકે રવિવારે પ્રજાને પરેશાન થવાનો વારો આવ્યો. શહેરના ધમધમતા રસ્તો બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકી પડી.

રાજકોટ : ભાજપની ઘરની ધોરાજી, રસ્તો બ્લોક કરી યોજી સભા, જનતા થઇ બેહાલ
રાજકોટમાં ભાજપની સભાના કારણે લોકોને હાલાકી(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

વાર હતો રવિવાર. સ્થળ હતું રાજકોટનો ધમધમતો 150 ફૂટ રિંગ રોડ. રવિવારે જ્યારે રાજકોટના લોકો ફરવા માટે નીકળ્યા ત્યારે તેમને અસહ્ય ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. કારણ હતું ભાજપના કાર્યાલયનું ઉદ્ધાટન થઈ રહ્યું હતું અને તેના માટે ઈન્દિરા સર્કલથી રૈયા ચોકડી તરફ જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.

rajkot bjp sabha(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

45 મિનિટના કાર્યક્રમ માટે આખો દિવસ જનતાને હાલાકી

વ્યસ્ત એવો માર્ગ બંધ કરીને ત્યાં સભા માટે ખુરશીઓ ગોઠવી દેવામાં આવી હતી. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડ્યો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. જો કે વાહનચાલકોની મુશ્કેલી જોઈને અંતે BRTSનો માર્ગ તેમના માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. ભાજપના કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ માત્ર 45 મિનિટનો હતો પરંતુ આ રસ્તો બપોરના 12 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવ્યો હતો.

rajkot bjp sabha(તસવીર સૌજન્યઃ બીપિન ટંકારિયા)

જનતાને વારંવાર પડે છે હાલાકી

આ પહેલી વાર નથી જ્યારે રાજકીય પક્ષોના કારણે જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય. જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર બહુમાળી ભવનમાં લોકસભા માટે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા ત્યારે પણ તેમના સરઘસના કારણે રસ્તો બંધ થઈ ગયો હતો. જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK