આજથી મહેકશે અમદાવાદઃ CMએ કર્યું ફ્લાવર શૉનું ઉદ્ધાટન

16 January, 2019 01:44 PM IST  | 

આજથી મહેકશે અમદાવાદઃ CMએ કર્યું ફ્લાવર શૉનું ઉદ્ધાટન

મુખ્યમંત્રીએ કર્યું ફ્લાવર શૉનું ઉદ્ધાટન

અમદાવાદમાં ફ્લાવર શૉ 2019નું આજે ઉદ્ધાટન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર બિજલ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં ફ્લાવર શૉને ખુલ્લો મુકવામાં આવ્યો. હોંગકોંગમાં થતા પ્રસિદ્ધ ફ્લાવર શૉથી પણ આ ફ્લાવર શૉ મોટાપાયે યોજાઈ છે. રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે આવેલા ફ્લાવર ગાર્ડનથી ઈવેન્ટ સેન્ટર સુધીના 1.28 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. જે આગામી 22 જાન્યુઆરી સુધી ચાલશે. પહેલી વાર ફ્લાવર શૉમાં એન્ટ્રી માટે ફી રાખવામાં આવી છે. પુખ્તો માટે 10 રૂપિયા એન્ટ્રી ફી રહેશે જ્યારે બાળકો માટે પ્રવેશ ફ્રી રહેશે.

ફ્લાવર શૉમાં મુખ્યમંત્રી રૂપાણી

આ ફ્લાવર શૉમાં શહેર અને દેશની પ્રસિદ્ધ 12 નર્સરીના વિવિધ જાતના ફૂલ-છોડનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે. ફૂલનો ફલાવર બેડ, ઓર્કિડ, ઈંગ્લિશ ગુલાબ અન્ય ફૂલમાંથી બનાવાયેલા ‌જિરાફ, કળા કરેલો મોર, બટરફ્લાય, હરણ, બુલેટ ટ્રેન, ચરખો, ગાંધીજી, ગાંધીજીનાં ચશ્માં, કલસ્ટર, સી-પ્લેન, ફ્લેમિંગો, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ વગેરે ૫૦થી વધુ સ્કલ્પ્ચર, વ‌િર્ટકલ થીમ આધારિત આકર્ષક પ્રવેશદ્વાર લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત વર્ટિકલ ગાર્ડન બનાવવા માટેના જુદા જુદા 10થી વધુ પ્રકાર દ્વારા 12 ફૂટ x 8 ફૂટની 10 વર્ટિકલ વોલ બનાવાઈ છે.

આ પણ વાંચોઃ FRCમાં ફીની વિગતો રજૂ ન કરનાર 273 શાળા સામે કાર્યવાહીનો SCનો આદેશ

દર વર્ષે લાખો લોકો ફ્લાવર શૉની મુલાકાત લે છે. આ વર્ષે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને ધ્યાનમાં રાખીને ફ્લાવર શૉનું આયોજન થોડું મોડું કરવામાં આવ્યું છે. જેથી વિદેશથી આવતા પર્યટકો પણ તેનો લાભ લઈ શકે.

gujarat