મુખ્યમંત્રી રૂપાણીએ જોઈ ફિલ્મ સુપર 30, હ્રિતિકના કર્યા વખાણ

12 July, 2019 05:55 PM IST  |  ગાંધીનગર

મુખ્યમંત્રી રૂપાણીએ જોઈ ફિલ્મ સુપર 30, હ્રિતિકના કર્યા વખાણ

મુખ્યમંત્રી રૂપાણીએ જોઈ ફિલ્મ સુપર 30, હ્રિતિકના કર્યા વખાણ

બિહારના જીનિયસ ગણિત શાસ્ત્રી અને શિક્ષક આનંદ કુમારના જીવન પર બનેલી ફિલ્મ સુપર 30 રિલીઝ થઈ ગઈ છે અને ફિલ્મને ઘણી પ્રશંસા પણ મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ ફિલ્મ જોઈ અને તેના વખાણ કર્યા.

મુખ્યમંત્રી રૂપાણીએ આનંદ કુમાર સાથેનો પોતાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે, "સુપર 30 ફિલ્મ જીવનના વાસ્તવિકતાઓ સાથેના સંઘર્ષને બતાવે છે. જે એક સીધાસાદા શિક્ષકની કહાની છે જે જરૂરિયાતમંદ લોકો માટે આશાનું કિરણ બનીને આવે છે. હ્રિતિકે ખૂબ જ સારું કામ કર્યું છે અને આનંદના પાત્રનું હાર્દ ઝીલ્યું છે. શુભકામનાઓ."


આ ફિલ્મ બિહારના એવા દ્રોણાચાર્યની સ્ટોરી છે, જેણે અર્જુન નહીં પરંતુ એકલવ્યને મહાન બનાવ્યા. બિહારના જીનિયર ગણિત શાસ્ત્રી અને ટીચર આનંદકુમાર, જે પોતાનું શાનદાર કરિયર છોડીને પોતાના પ્રેમને કુબરાન કરીને 30 એવા બાળકોને IIT માટે તૈયાર કરે છે, જેમની પાસે કોઈ જ સુવિધા નથી. આ ફિલ્મ તેની જ સ્ટોરી કહે છે.

આ પણ વાંચોઃ મૃણાલ ઠાકુરની કુમકુમ ભાગ્યથી સુપર 30 સુધીની સફર...

ફિલ્મ સુપર 30માં હ્રિતિક રોશનના આ અવતારને જોવા માટે દર્શકો રાહ જોઈ રહ્યા હતા. તો કેટલાક દર્શક ફિલ્મનું ટ્રેલર અને મ્યૂઝિકને કારણે પ્રોત્સાહિત થયા અને ફિલ્મ જોવા ઉત્સુક દેખાયા. ફિલ્મમાં ઇન્ટરવલ સમયે કેટલાક લોકોના આંખમાં પાણી આવેલા જોવા મળ્યા. બધાંએ ફિલ્મના પહેલા ભાગના ઘણાં વખાણ કર્યા. સાથે એ પણ કહ્યું કે આ ફિલ્મમાં દરેક ગરીબની હકીકત દર્શાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Vijay Rupani hrithik roshan gujarat