શાયરાના અંદાજમાં આભાર પ્રસ્તાવ સમયે રૂપાણીનો કોંગ્રેસને ટોણો

21 February, 2019 05:07 PM IST  |  ગાંધીનગર

શાયરાના અંદાજમાં આભાર પ્રસ્તાવ સમયે રૂપાણીનો કોંગ્રેસને ટોણો

મુખ્યમંત્રીનો કોંગ્રેસ પર કટાક્ષ

"આપ કે દિલમેં કુછ લગતા હૈ, ધુઆં ધુઆં સા લગતા હૈ, આપકી આંખો મેં કુછ ચુભતા હૈ, શાયદ કુર્સી કા આપકા સપના સુલગતા હૈ." આ શબ્દો છે ગુજરાત વિધાસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના. આજે વિધાનસભામાં રાજ્યપાલ ઓ. પી. કોહલીના પ્રવચનનો આભાર પ્રસ્તાવ રજૂ કરતા સમયે મુખ્યમંત્રીએ શાયરાના અંદાજમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા.

રાજ્યપાલના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 'પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ  નાત-જાત, ભાષા-કોમની રાજનીતિમાંથી બહાર આવી વિકાસની પરિભાષા અંકિત કરી છે. યુપીએ સરકાર ના સમયમાં ગુજરાતને માત્ર 63346 કરોડ મળતા હતા. આજે 1 લાખ 58 હજાર કરોડથી પણ વધુની રકમ જનહિત કાર્યો માટે નરેન્દ્રભાઈએ આપી.
 વર્ષોથી અટવાયેલા ક્રૂડ ઓઇલ રોયલ્ટીના પ્રશ્નનો અંત લાવીને 10036 કરોડ જેટલી માતબર રકમનો ગુજરાતને ફાયદો કરાવ્યો છે.'

આ પણ વાંચોઃ સરદારની પ્રતિમાને નેતા વિપક્ષે ભંગારનો ભુક્કો કહેતા વિવાદ, ભાજપ-કોંગ્રેસ આમને સામને

સાથે જ મુખ્યમંત્રીએ એઈમ્સ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ઉલ્લેખ કરી આ પ્રોજેક્ટને વડાપ્રધાન મોદીની ગુજરાતને ભેટ ગણાવી. સાથે સાથે તેમના શાસનની ઉપલબ્ધિઓ પણ ગણાવી. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતીઓની માથાદીઠ આવરમાં વધારો થયો છે. અમારી રાજનીતિ વિકાસની છે અને એટલે જ ગુજરાત આજે નંબર વન છે.

Vijay Rupani Gujarat BJP Gujarat Congress gandhinagar