CM રૂપાણીનો ગેહલોતને પડકાર હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવો

02 December, 2019 09:21 AM IST  |  Gandhinagar

CM રૂપાણીનો ગેહલોતને પડકાર હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી બતાવો

વિજય રૂપાણી

ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ફરી એક વાર ગરમાયો છે. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત ૩૦ નવેમ્બરના ગુજરાતના પ્રવાસે આવ્યા હતા અને તેમને ગુજરાતમાં દારૂબંધીના નિયમના વિવાદનો પટારો ફરીથી ખોલ્યો હતો, જેથી ફરીથી રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આમનેસામને આવી ગયા છે અને એકબીજા પર વાર પલટવાર કરતા મીડિયામાં નજરે ચડી રહ્યા છે. દારૂબંધીના નિવેદનને લઈને તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતને ચૅલૅન્જ પણ આપી દીધી છે.

આ પણ જુઓઃ PHOTOS: જુઓ બ્લેક આઉટફિટ્સમાં હિના ખાનનો ગોર્જિયસ અવતાર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ચૅલૅન્જ આપતાં જણાવ્યું હતું કે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતના મોઢે દારૂબંધીની વાત શોભતી નથી. દારૂબંધીની ચર્ચા ત્યારે જ થઈ શકે જ્યારે તેઓ પહેલાં રાજસ્થાનમાં દારૂબંધી કરીને આવે પછી ક્યાં કેટલો
અને કેમ દારૂ પીવાય છે એની ચર્ચા કરીશું. તેનામાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરીને દેખાડે.

Vijay Rupani Ashok Gehlot gujarat rajasthan