ટ્રાફિકના નિયમભંગ બદલ હવે ચૂકવવો પડશે આટલો દંડ, CM રૂપાણીની જાહેરાત

10 September, 2019 04:49 PM IST  |  ગાંધીનગર

ટ્રાફિકના નિયમભંગ બદલ હવે ચૂકવવો પડશે આટલો દંડ, CM રૂપાણીની જાહેરાત

CM વિજય રૂપાણી (ફાઈલ ફોટો)

છેલ્લા ઘણા દિવસથી ટ્રાફિકના નિયમોના ભંગ બદલ થતા મોટા દંડને લઈ હોબાળો થયો છે. કેન્દ્ર સરકારે મોટર વ્હિલક એક્ટમાં સુધારો કરીને દંડની રકમ વધારી છે, જેની સામે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આ દંડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણીએ નવા કાયદાની 50 કલમોમાં ફેરફાર કરીને દંડની રકમ ઘટાડી છે. સીએમ વિજય રૂપાણીએ કરેલી જાહેરાત પ્રમાણે રાજ્યમાં મોટર-વ્હિકલ એક્ટના નવા નિયમોનો અમલ 16મી સપ્ટેમ્બરથી થશે.

મીડિયા સાથે વાતચીત દરમિયાન મુખ્યપ્રધઆન વિજય રૂપાણીએ કહ્યું, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો વધારો કરવા માટે અને માંડવાળની રકમ ઘટાડવા માટે સત્તા રાજ્ય સરકારોને આપી હતી. રાજ્યની હાઇપાવર કમિટીએ નક્કી કર્યુ છે કે સામાન્ય માણસની જીંદગીને વેર વિખેર કરતા ગુનાઓમાં સરકાર છૂટછાટ આપવા માંગતી નથી. સરકારે ટુ વ્હિલર ચાલકો અને કૃષિલક્ષી વાહનોને લગતા ગુનામાં છૂટછાટ આપી છે. રાજ્યમાં દર વર્ષે 20 હજાર જેટલા અકસ્માતો થાય છે અને અનેક લોકોના પરિવાર વેરવિખેર થઈ જાય છે. પ્રજાને સરકાર મેસેજ આપવા માંગે છે. આ નિયમો લોકોને હેરાન કરવા માટે નથી પરંતુ તમારી સેફ્ટી માટે છે. ક્યાંક થોડો કડક નિયમ લાગશે પરંતુ અંતે તમારા સારા માટે જ છે.'

આ પણ વાંચોઃ Vadodara : આ વ્યક્તિનું ચલાણ કાપવા માટે ટ્રાફિક પોલીસની હિમ્મત નથી થતી

આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ વિજય રૂપાણીએ નવા નિયમો અંગે પણ માહિતી આપી. જે મુજબ હવે લાઈસન્સ ન હોય તો વાહનચાલકોએ 500 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે. અને જો વાહન ચલાવવા દરમિયાન તમારી પાસે લાઈસન્સ ન હોય તો 3 હજાર રૂપિયાનો દંડ થશે. સાથે જ સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો 500 રૂપિયા દંડ વસુલાશે. સી.એમ. રૂપાણીએ જણાવ્યું કે ખીસ્સામાં લાયસન્સ રાખવું જરૂરી નથી પરંતુ ડિજિટલી પુરાવો બતાવશો તો પણ ચાલશે.

Vijay Rupani gujarat news