Election 2019: ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર થયું સ્પષ્ટ, થશે ખરાખરીનો જંગ

04 April, 2019 04:06 PM IST  |  અમદાવાદ

Election 2019: ગુજરાતની 26 બેઠકોનું ચિત્ર થયું સ્પષ્ટ, થશે ખરાખરીનો જંગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ (File Photo)

લોકસભા ચુંટણી 2019 ને લઇને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકોને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. તમામ બેઠકો પર પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે 4 તારીખે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ હોવાથી તમામ પક્ષોએ સવારે ઉમેદવારો અંગેનું ચિત્ર સ્પષ્ટ કર્યું હતું. ત્યારે ગુજરાત લોકસભાની તમામ 26 બેઠકો પર કોંગ્રેસ અને ભાજપે કયા કયા ઉમેદવાર ઉભા રાખ્યા છે, તે ફાઈનલ થઈ ગયુ છે. તો બીજી તરફ, ગુજરાતની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોના લિસ્ટની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે હવે જોઈ લો 26 સીટ પર કોની કોની સામે જંગ જામશે.

કોંગ્રેસમાં ભરૂચ, દાહોદ, ખેડાના ઉમેદવારોને લઇને રાજકારણ ગરમ
કોંગ્રેસ ભરૂચ
, દાહોદ અને ખેડા બેઠક પર ઉમેદવારોના નામને લઈને રાજકારણ હજુ ગરમ છે. તેમજ ઊંઝા પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારની જાહેરાત થઈ ન હતી. ત્યારે કોંગ્રેસે સવારે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણ, દાહોદ માટે બાબુભાઇ કટારા અને ખેડા પર બિમલ શાહ તેમજ ઊંઝા પેટાચૂંટણી માટે કામુ પટેલના નામની જાહેરાત થઈ હતી. ત્યારેઊંઝા માટે કોંગ્રેસ સાથે છેડો ફાડી દેનાર આશા પટેલે આજે ભાજપમાંથી ફોર્મ ભર્યું હતું. જેને પગલે ઊંઝાના રાજકારણમાં તંગ માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : લોકસભા 2019: જાણો અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકને

ગુજરાત લોકસભા ચૂંટણી 2019 : 26 બેઠકોની ટક્કર

બેઠક          ભાજપ          કોંગ્રેસ
કચ્છ          વિનોદચાવડા     નરેશ મહેશ્વરી
બનાસકાંઠા  પરબત પટેલ      પરથી ભટોળ
પાટણ        ભરતસિંહ ડાભી   જગદીશ ઠાકોર
મહેસાણા     શારદા પટેલ        એ.જે પટેલ
સાબરકાંઠા   દીપસિંહ રાઠોડ   રાજેન્દ્રસિંહ ઠાકોર
ગાંધીનગર     અમિત શાહ      સી.જે.ચાવડા
અમદા. E     એચ.એસ.પટેલ   ગીતાબેન પટેલ
અમદાવાદ W કિરીટ સોલંકી    રાજુ પરમાર
સુરેન્દ્રનગર    મહેન્દ્ર મુંજપરા    સોમા પટેલ
રાજકોટ       મોહન કુંડારિયા   લલિત કગથરા
પોરબંદર      રમેશ ધડૂક        લલિત વસોયા
જામનગર     પૂનમબેન માડમ   મૂળુભાઈ કંડોરિયા
જૂનાગઢ       રાજેશ ચુડાસમા  પૂંજાભાઈ વંશ
અમરેલી       નારણ કાછડિયા  પરેશ ધાનાણી
ભાવનગર     ભારતીબેન         મનહર પટેલ
આણંદ        મિતેષ પટેલ       ભરતસિંહ સોલંકી
ખેડા           દેવુસિંહ ચૌહાણ   બિમલ શાહ
પંચમહાલ      રતનસિંહ રાઠોડ   વી.કે. ખાંટ
દાહોદ         જસવંતસિંહ       બાબુ કટારા
વડોદરા       રંજનબહેન ભટ્ટ    પ્રશાંત પટેલ
છોટાઉદેપુર   ગીતાબેન રાઠવા   રણજીત રાઠવા
ભરુચ         મનસુખ વસાવા    શેરખાન પઠાણ
બારડોલી     પ્રભુ વસાવા        તુષાર ચૌધરી
સુરત          દર્શના જરદોશ     અશોક અધેવાડા
નવસારી      સી. આર. પાટીલ  ધર્મેશ પટેલ
વલસાડ       કે. સી. પટેલ        જીતુ ચૌધરી

gujarat Gujarat BJP Gujarat Congress amit shah narendra modi Paresh Dhanani