કચ્છના વાતાવરણમાં પલટો, નખત્રાણામાં પડ્યો કરા સાથે વરસાદ

03 May, 2019 05:56 PM IST  |  કચ્છ

કચ્છના વાતાવરણમાં પલટો, નખત્રાણામાં પડ્યો કરા સાથે વરસાદ

કચ્છમાં પડ્યો વરસાદ

ઓરિસ્સામાં ફાની વાવાઝોડું કહેર વરસાવી રહ્યું છે. જે બાદ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરના સમયે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. જે બાદ આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વરસાદ પડવાનું શરૂ થયું હતું.

આ પણ વાંચોઃ Video: ફાની વાવાઝોડાનો કહેર, ભારે તોફાનના કારણે ઓરિસ્સામાં ત્રણ મહિલાઓના મોત

કચ્છના નખત્રાણા અને આસપાસના ગામોમાં કમોસમી ઝાપટું આવ્યું સાથે કરા પણ પડ્યા. હવામાન વિભાગના અનુસાર આ થંડર સ્ટોર્મ એક્ટિવિટી છે. જ્યારે ગરમી વધી જાય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે.

kutch gujarat