સ્વાઈન ફ્લૂના સકંજામાં સૌરાષ્ટ્રઃ એક જ દિવસમાં બે દર્દીઓનાં મોત

20 February, 2019 12:06 PM IST  |  રાજકોટ | દીર્ઘ મીડિયા ન્યૂઝ એજન્સી

સ્વાઈન ફ્લૂના સકંજામાં સૌરાષ્ટ્રઃ એક જ દિવસમાં બે દર્દીઓનાં મોત

સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂનો કહેર

રાજકોટમાં સ્વાઈન ફ્લૂના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. 52 દર્દીઓ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફ્લૂના 229 કેસો નોંધાયા છે. એક જ દિવસમાં સ્વાઈન ફ્લૂના કારણે બે લોકોનાં મોત થયા થયા છે.

રાજ્યમાં ઠંડીનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે પરંતુ સ્વાઈન ફ્લૂના કેસમાં ઘટાડો નથી થઈ રહ્યો. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 73 આસપાસ પહોંચી ગયો છે. જ્યારે 24 કલાકમાં 95થી વધુ નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ 43 કેસ નોંધાયા છે.

સ્વાઈન ફ્લુને કારણે મૃત્યુ બાબતે ગુજરાત દેશભરમાં રાજસ્થાન પછી બીજા ક્રમાંકે પહોંચી ગયું છે અને તેને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લુ ચિંતાનો વિષય બન્યો છે. જો કે દેશમાં આ રોગની સંખ્યા બાબતે રાજસ્થાન અને દિલ્હી પછી ગુજરાત ત્રીજા ક્રમાંકે આવે છે.

આ પણ વાંચોઃ સ્વાઈન ફ્લૂનો સપાટોઃ24 કલાકમાં વધુ 94 કેસ, મૃતક આંક કુલ 71

સ્વાઈન ફ્લૂથી કેવી રીતે બચશો ?

ઉલ્લેખનીય છે કે સ્વાઈન ફલુથી મોત થનાર લોકોમાં 90 ટકાથી વધુ દર્દીઓ 55થી વધુ વયના હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે રાજકોટ સિવિવ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.મનીષ મહેતા જણાવે છે કે સ્વાઈન ફલુને કંટ્રોલમાં લેવો હોય તો શરદી, કફ, ઉધરસ, શરીરમાં કળતર થતી હોય તો તુરંત સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો આ સાથે સલામતીના ભાગરૂપે સમુહમાં ભેગા ન થવું આ સાથે વયોવૃધ્ધ, પ્રૌઢ, બાળકો અને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફલુ ઈન્ફેકશનનું વધારે જોખમ રહેલુ છે. મહત્વનું છે કે રાજકોટ જિલ્લામાં જાગૃતિના અભાવે સ્વાઈનફલુના કેસમાં વધારો થઈ રહ્યો છે. માટે સ્વાઈન ફલુના કહેરથી બચવા થિયેટરો, ભીડવાળી જગ્યાએ નહી જવા અનુરોધ કરવામાં આવે છે.

swine flu rajkot ahmedabad