Gujarat:ભાજપ નેતાને બદનામ કરવાના આરોપસર ગુજરાતના આપ પ્રમુખ વિરુદ્ધ કેસ

03 September, 2022 07:03 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના વડા ગોપાલ ઇટાલિયા (Gopal Italia)વિરુદ્ધ બીજેપીના સીઆર પાટીલ અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ગોપાલ ઈટાલિયા

સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના વડા ગોપાલ ઇટાલિયા (Gopal Italia)વિરુદ્ધ બીજેપીના સીઆર પાટીલ અને રાજ્યકક્ષાના મંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ઉમરા પોલીસે ભાજપના કાર્યકર પ્રતાપ છોડવાડિયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, ઈટાલિયા પર રાજ્ય ભાજપ અધ્યક્ષ પાટીલ અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ છે. મળતી માહિતી મુજબ, સોરઠિયા પર હુમલા બાદ ઈટાલિયાએ 31 ઓગસ્ટે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. વીડિયોમાં ઈટાલિયાએ કહ્યું કે સોરઠીયા પર ભાજપના 100 ગુંડાઓએ હુમલો કર્યો હતો.

હુમલા દરમિયાન તેને માથામાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ઉમરા પોલીસ સ્ટેશનના નિરીક્ષક એએચ રાજપૂતે જણાવ્યું હતું કે હુમલાની તપાસ કરવામાં આવી રહી છે. ઈટાલિયાએ કથિત રીતે કહ્યું કે જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી ભાજપ કંઈ પણ કરી શકે છે. `ચૂંટણી પછી આપ લોહીના દરેક ટીપાનો બદલો લેશે.` એફઆઈઆરમાં જણાવાયું છે કે ઈટાલિયા રાજકીય રીતે આદરણીય લોકોને બદનામ કરે છે અને સોરઠિયા પર હુમલા માટે ભાજપના કાર્યકરો સામે એફઆઈઆર નોંધવા માટે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનની બહાર ભેગા થવા લોકોને ઉશ્કેરે છે.

30 ઓગસ્ટના રોજ, AAP નેતા મનોજ સોરઠિયા પર ગુજરાતના સુરતમાં સિમંદા નાકા પાસે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન મનોજ સોરઠીયાને માથામાં ઈજા થઈ હતી. લોહી પણ ઘણું હતું. AAPએ આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.

gujarat news gujarat surat aam aadmi party