લોકસભા 2019: ગુજરાતમાં શાંત થયા પ્રચાર પડઘમ, છેલ્લા દિવસે જોરદાર પ્રચાર

21 April, 2019 07:21 PM IST  |  ગાંધીનગર

લોકસભા 2019: ગુજરાતમાં શાંત થયા પ્રચાર પડઘમ, છેલ્લા દિવસે જોરદાર પ્રચાર

રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત

મંગળવારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. તેના એક દિવસ પહેલા એટલે કે રવિવારે પ્રચાર પડઘમ શાંત થયા છે. આચારસંહિતા પ્રમાણે હવે કોઈ ઉમેદવાર પ્રચાર ન કરી શકે. આ મામલે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ પણ કરી અને ચૂંટણીની તૈયારીઓની માહિતી આપી.

રાજ્યમાં સાયલન્ટ પીરિયડ લાગુ
રાજ્યના ચૂંટણી કમિશ્વનરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હવે સાયલન્ટ પીરિયડ લાગુ કરવામાં આવ્યો છે. કોઈ પણ પાર્ટી હવે પ્રચાર નહીં કરી શકે કે નહીં લાઉડ સ્પીકર વગાડી શકે. જો કે નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આગામી 48 કલાક સુધી પોલ કે સર્વે પર પણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચોઃ વડોદરાઃ કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલ માટે અમિષા પટેલે કર્યો પ્રચાર

છેલ્લા દિવસે ધુઆંધાર પ્રચાર
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું. વડાપ્રધાન મોદીએ પાટણમાં રેલીને સંબોધન કર્યું તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે રોડ શો કર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે સભા કરી તો વડોદરા કોંગ્રેસના ઉમેદવાર માટે અમીષા પટેલે પ્રચાર કર્યો. રાજ્યમાંની 26 લોકસભા બેઠક માટે કુલ 371 ઉમેદવારો મેદાને છે. જેમના ભવિષ્યનો નિર્ણય રાજ્યના 4 કરોડ 51 લાખ મતદાતાઓ કરશે.

gujarat Loksabha 2019