સુરત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને નડતરરૂપ 29 ઇમારતો તોડી પડાશે

18 May, 2019 01:06 PM IST  | 

સુરત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને નડતરરૂપ 29 ઇમારતો તોડી પડાશે

સુરત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને નડતરરૂપ ઇમારતોને તોડી પડાશે

ડુમસ રોડ પર આવેલા સુરત આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને નડતરરૂપ ઇમારતોને તોડી પાડવામાં આવશે. કહેવાય છે કે આ ઇમારતોના કારણે ઍરપોર્ટનો વિકાસ અટકી ગયો છે અને તેથી જ સુરત ઍરપોર્ટ પરથી વિવિધ ઍરલાઇન્સ આંતરરાષ્ટ્રીય ફલાઇટ્‌સનાં ‍શેડ્યુલ સુરતથી ચાલુ કરવા માટે રાજી નથી. જોકે ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ હવે સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડાને નડતરરૂપ ૨૯ ઇમારતોને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. જોકે આ નિર્ણયને પગલે ભારે ઊહાપોહ થવાની સંભાવના છે.

અહીં ઉલ્લેખનીય છે કે સુરત ઍરપોર્ટને કુલ 34 ઇમારતો નડતરરૂપ છે. અ પૈકી 29 ઇમારતોને ઍરપોર્ટ ઑથોરિટીએ એનઓસી આપી દેતાં સુરત મહાનગરપાલિકાએ વસવાટની પરવાનગી આપી હતી. હાલ અહીં સેંકડો લોકો વસવાટ કરી રહ્યાં છે એટલે હવે તેમના શિફટિંગનો મહાકાય પ્રશ્ન ઊભો થવાનો છે.

આ પણ વાંચો: બિયારણમાં કોઈ કૌભાંડ નથી, ત્રણ દિવસમાં મામલો થાળે પડશે : રૂપાણી

આમ તો કુલ 90 ઇમારતો સુરત ઍરપોર્ટના રનવેને નડતરરૂપ છે અ પૈકી વેસુ એન્ડ પરની ૧૮ ઇમારતો એવી છે કે જે રહેણાક છે પરંતુ આ ઇમારતોના કારણે રનવેનું નથી તો વિસ્તરણ થઈ શકતું કે નથી તો જે હયાત રનવે છે અનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાતો. કુલ ૨૯૦૫ મીટરના રનવેમાંથી 2250 મીટરના રનવેને જ ઉપયોગમાં લઈ શકાય છે.

surat