કથાકાર મોરારીબાપુના નાના ભાઈનું નિધન, અસ્મિતા પર્વ રદ્દ

14 April, 2019 02:54 PM IST  |  અમદાવાદ

કથાકાર મોરારીબાપુના નાના ભાઈનું નિધન, અસ્મિતા પર્વ રદ્દ

મોરારી બાપુના નાના ભાઈનું નિધન

મોરારીબાપુના સૌથી નાના ભાઈ જાનકીદાસ ભાઈનું બીમારીના કારણે અવસાન થયું છે. તેઓ ટીકા બાપુ તરીકે ઓળખાતા હતા. અમદાવાદની સિમ્સ હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

મોરારીબાપુના આવ્યા પછી થશે અંતિમ સંસ્કાર
હાલ મોરારીબાપુની ઉત્તર પ્રદેશમાં કછા ચાલી રહી છે. જે પૂર્ણ કરીને તેઓ તેમના વતન તલગાજરડા પહોંચશે. જે બાદ તેમના સ્વર્ગસ્થ ભાઈની અંતિમવિધિ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ બાપ તરીકે ખરો નો ઊતરું તો સમાધિ લઈશઃ મોરારિ બાપુ

અસ્મિતા પર્વ રદ્દ
મોરારીબાપુના પરિવારજનના નિધનના કારણે અસ્મિતા પર્વ રદ્દ કરવામાં આવ્યું છે. દર વર્ષે હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વનું આયોજન હનુમાન જયંતિના પર્વ પર કરવામાં આવે છે. જેમાં કલાકારો, સાહિત્યકારો હાજર રહે છે. જે આ વર્ષે રદ્દ કરવામાં આવ્યું છે.

gujarat