Bopal Firing: અમદાવાદમાં શખ્સોએ ખુલ્લેઆમ કર્યું ફાયરિંગ, 7 કારતૂસ સાથે 6 લોકો પકડાયા

27 December, 2023 02:34 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

Bopal Firing: બોપલમાં દારુના નશામાં 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગના અવાજથી આસપાસમાં રહેતા સૌ કોઈ ગભરાઈ ગયા હતા.

ફાયરિંગની પ્રતીકાત્મક તસવીર

Bopal Firing : અમદાવાદમાંથી અવારનવાર આતંકની ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવે છે. હવે અમદાવાદના બોપલ વિસ્તારમાં આવી જ એક ઘટના (Bopal Firing) સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર બોપલમાં દારુના નશામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ મળતી માહિતી મુજબ 6 લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યુ હતું. 

અમદાવાદના બોપલ વિસ્તારના એક કોમ્પલેક્ષમાં દારૂના નશામાં 6 લોકોએ ગનથી ફાયરિંગ (Bopal Firing) કર્યું હતું. આ લોકોએ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે. ફાયરિંગના અવાજથી આસપાસમાં રહેતા સૌ કોઈ ગભરાઈ ગયા હતા. આ બાબતે ત્વરિત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ દ્વારા આ મામલે 6 લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

એવા પણ અહેવાલ છે કે બોપલ પોલીસને આ અસામાજિક તત્વો પાસેથી રિવોલ્વર પણ મળી છે. પોલીસ દ્વારા ફાયરિંગ (Bopal Firing) કરવા બદલ 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખુલ્લેઆમ ફાયરિંગ કરનાર શખ્સ કોણ છે?

અમદાવાદના બોપલ પોલીસ દ્વારા આ ફાયરિંગ (Bopal Firing)ની ઘટના બદલ 6 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓમાંથી ત્રણ લોકો કચ્છના રહેવાસીઓ હોવાનું પણ સામે આવ્યું છે.

શા માટે શખ્સોએ કર્યું ફાયરિંગ?

એવા સમાચાર સામે આવ્યાં છે કે આ લોકો દારૂનો નશો કરી રહ્યા હતા. તેમ જ દારૂના નશામાં આ શખ્સો વચ્ચે અંદરોઅંદર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીના પરિણામે તેઓ સ્ટાર્ટર ગનથી હવામાં ફાયરિંગ (Bopal Firing) કરવા લાગ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ધરપકડ કરાયેલ શખ્સો પાસેથી જીવતી કારતૂસ મળી આવી છે. બોપલ પોલીસે આ આરોપીઓ સામે દારૂનું સેવન અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે. આ લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે અને કડક કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

મહાવીર ભાવસિંગ જાડેજા કચ્છનો રહેવાસી છે અને એમની સાથે ફતુભા જાડેજા પણ સામેલ છે. સમગ્ર મામલે હાલ બોપલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દારૂના નશામાં ફાયરિંગ કર્યું હોઇ લોકોમાં ગભરાટ ફેલાયો છે.

આવા જ પ્રકારની એક ઘટના (Bopal Firing) દાહોદમાં પણ બની હતી. એક કોન્સ્ટેબલે દારૂના નશામાં બે રાઉન્ડ જતી વખતે કોન્સ્ટેબલે ફાયરિંગ કર્યું હતું. કોન્સ્ટેબલે ફાયરિંગ કરતા જ સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાઇ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં ફાયરિંગ કરતા પોલીસ વિભાગ સામે અનેક સવાલો ઉઠ્યા હતા.

ahmedabad Crime News gujarat news gujarat kutch