ગુજરાતમાં ભાજપે 7 બળવાખોર નેતાઓને સસ્પેન્ડ કર્યા, ટિકિટ ન મળતા નોંધાવી હતી અપક્ષ ઉમેદવારી

20 November, 2022 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ને લઈને ભારે માહોલ ખૂબ જ ગરમ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલા ભાજપ (BJP)ની કામગીરી પર સૌની નજર ટકેલી છે. પાર્ટી ફરી એકવાર રાજ્યમાં કમળને ખીલવવા માટે સંપૂર્ણ તાકાત લગાવી રહી છે, પરંતુ બળવાખોર નેતાઓ સમગ્ર ખેલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાજપે હવે બળવાખોરો સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે (CR Patil) પક્ષ સામે બળવો કરનાર 7 નેતાઓને હાંકી કાઢ્યા છે.

આ નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મધુ શ્રીવાસ્તવ, અરવિંદ લાડાણી, દિનુ પટેલ, હર્ષદ વસાવા અને ધવલ સિંહ ઝાલા જેવા 7 લોકોનાં નામ છે, જેઓને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પ્રદેશ અધ્યક્ષે તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.

ભાજપના અનેક નેતાઓએ પક્ષમાંથી ટિકિટ ન મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આમાં ઘણા ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પણ સામેલ છે. પક્ષમાંથી હકાલપટ્ટી બાદ અરવિંદ લાડાણીએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ પ્રમુખને સમજાવ્યા બાદ પણ તેમણે ઉમેદવારી પાછી ખેંચી નથી. વાઘોડિયાથી ભાજપની ટિકિટ પર 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતાં તેમણે પણ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઝંપલાવ્યું હતું.

આ પણ વાંચો: સક્ષમ નેતાગીરી નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ જન્મશે

gujarat gujarat news gujarat election 2022 bharatiya janata party