ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો ભાજપે જાળવી રાખી

06 July, 2019 09:15 AM IST  |  ગાંધીનગર

ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો ભાજપે જાળવી રાખી

ગુજરાત રાજ્યસભાની બંને બેઠકો ભાજપે જાળવી રાખી

એસ. જયશંકર અને જુગલજી ઠાકોર ગુજરાતથી રાજ્યસભા જવા માટે ચૂંટાયા છે. મતદાન વખતે કોંગ્રેસના બે ધારાસભ્યોએ ક્રોસ વૉટિંગ કર્યું તો NCP અને BTPએ પણ ભાજપનો સાથ આપ્યો. આમ તો આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જીત નક્કી હતી, પરંતુ કોંગ્રેસે તો પણ ગૌરવ પંડ્યા અને પૂર્વ મંત્રી ચંદ્રિકાબેન ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપના ઉમેદવારોને 104-104 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારોને 70-70 મતો મળ્યા. કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલ સિંહ ઝાલાએ પાર્ટીના વ્હીપનું ઉલ્લંઘન કરીને ભાજપના પક્ષમાં મતદાન કર્યું. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટૂ વસાવા સહિત બે ધારાસભ્યોએ પણ ભાજપના પક્ષમાં મતદાન કર્યું. ગઈ ચૂંટણીમાં બીટીપી કોંગ્રેસની સાથે હતી પરંતુ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન ન થયું હોવાના કાણે તેનો બદલો લીધો.

NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ભાજપના ઉમેદવારના પક્ષમાં મતદાન કર્યું.જો કે સરકારના કૃષિ મંત્રી આર. સી. ફળદુનું જ મતદાન રદ થઈ ગયું.

ચૂંટણઈ પહેલા ક્રૉસ વોટિંગના ભયથી કોંગ્રેસે પોતાના તમામ વિધાયકોને પાલનપુરના બલરામ પેલેસમાં રાખ્યા હતા. અલ્પેશ અને ધવલસિંહના ક્રૉસ વોટિંગની ફરિયાદ પર ચૂંટણી પંચને કરવામાં આવી હતી. જો કે મતગણતરી રોકવાની માંગ અરજી પણ ઠુકરાવી દેવામાં આવી હતી.

અલ્પેશે છોડ્યું કોંગ્રેસ

અલ્પેશ અને ધવલસિંહ ધારાસભ્ય પદ છોડી ચૂક્યા છે. અને હવે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદ અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. કોંગ્રેસે વિધાનસભા સ્પીકર સાથે મુલાકાત કરી તેનું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી. જો કે સ્પીકરે તે ન સ્વીકારતા કોંગ્રેસે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્પેશ ઠાકોરે પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યું જ ન હોવાનું સોગંદનામુ કર્યુ હતું. જો કે હવે અલ્પેશ ઠાકોર ધારાસભ્ય પદ પરથી જ રાજીનામુ આપી ચૂક્યા છે, અને તેમની સાથે સાથે નજીકના ગણાતા ધવલસિંહે પણ કોંગ્રેસ છોડી દીધી છે.

આ પણ વાંચોઃ આખરે અલ્પેશ ઠાકોર-ધવલસિંહનું ધારાસભ્ય પદેથી રાજીનામુ

કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે કહ્યું કે જનતા અને કોંગ્રેસને દગો આપનારા બંને ધારાસભ્યો ગદ્દાર છે. તેમણે પોતાના સ્વાર્થ માટે તમામ લોકો સાથે દગો કર્યો છે. જનતા તેમને સબક શીખવાડશે.

gujarat Gujarat BJP Gujarat Congress