સરદાર પટેલ પર નેતા વિપક્ષના નિવેદનનો વિરોધ, ભાજપે કર્યા દેખાવો

21 February, 2019 09:09 PM IST  |  અમદાવાદ

સરદાર પટેલ પર નેતા વિપક્ષના નિવેદનનો વિરોધ, ભાજપે કર્યા દેખાવો

અમદાવાદમાં પરેશ ધાનાણી સામે ભાજપે કર્યા દેખાવો

અમદાવાદમાં આજે નેતા વિપક્ષના પુતળાના દહનનો કાર્યક્રમ યોજાયો. ગુરુવારે નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ વિધાનસભામાં સરદાર પટેલની પ્રતિમા ભંગારના ભુક્કામાંથી બનાવવામાં આવી હોવાનું નિવેદન આપ્યું હતું. જે બાદ તેમનો વિરોધ થઈ રહ્યો છે.

નેતા વિપક્ષના આ નિવેદનના વિરોધમાં આજે અમદાવાદમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દરિયાપુરમાં સરદારની પ્રતિમા પાસે પરેશ ધાનાણીના પુતળાનું દહન કર્યું. અને સૂત્રોચ્ચાર કર્યા.

ભાજપ પ્રદેશ ઉપપ્રમુખે આઈ. કે. જાડેજાએ કહ્યું કે, 'મહાપુરુષોનું અપમાન કરવું એ કોંગ્રેસનો સ્વભાવ બની ગયું છે. નેતા વિપક્ષે સરદાર માટે આવા શબ્દો વાપરીને સરદાર પટેલનું અપમાન કર્યું છે. ગુજરાતની પ્રજા કોંગ્રેસના તેના આ હીન કૃત્ય માટે ક્યારે માફ નહીં કરે.'

આ પણ વાંચોઃ સરદારની પ્રતિમાને નેતા વિપક્ષે ભંગારનો ભુક્કો કહેતા વિવાદ, ભાજપ-કોંગ્રેસ આમને સામને

પ્રદેશ મહામંત્રી કે, સી. પટેલે જણાવ્યું કે, સરદાર પટેલનું અપમાન એ દેશના ગૌરવ અને અસ્મિતાનું હળાહળ અપમાન છે, શ્રી સરદાર પટેલ માટે કરેલા નિંદનીય ઉચ્ચારણ નિવેદન માટે કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાએ પ્રજાની માફી માંગવી જોઈએ.

Gujarat BJP Gujarat Congress sardar vallabhbhai patel