ભાજપે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં બુટલેગરની પત્નીને બનાવ્યા ઉમેદવાર

08 July, 2019 09:15 AM IST  |  જૂનાગઢ

ભાજપે જૂનાગઢ મનપાની ચૂંટણીમાં બુટલેગરની પત્નીને બનાવ્યા ઉમેદવાર

ધીરેન કારિયા પત્ની નિશા કારિયા સાથે

લોકસભા ચૂંટણી દરમિયાન જૂનાગઢના બુટલેગર ધીરેન કારિયા ચર્ચામાં આવ્યા હતા.તેઓ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા અને તેમને 884 મત પણ મળ્યા હતા. અને હવે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ધીરેન કારિયાના પત્ની નિશાને વોર્ડ નંબર 3માં ઉભા રાખ્યા છે. નિશા કારિયાએ શનિવારે ઉમેદવારી પત્રક ભર્યું હતું.

જૂનાગઢ ભાજપના પ્રમુખ શશિ ભિમાણીણ આ મામલે કહ્યું કે, "વોર્ડ નંબર 3 અને 8ના ઉમેદવારનો નિર્ણય પાર્ટી હાઈ કમાન્ડે કર્યો છે. નિશાને ઉભા રાખવાનો નિર્ણય જૂનાગઢ શહેર ભાજપે નથી લીધો."

ધીરેન કારિયા પર બુટલેગિંગના અનેક કેસ દાખલ થયેલા છે. પોલીસના પ્રમાણે, કારિયા રાજ્ય કક્ષાનો બુટલેગર છે. તે અન્ય રાજ્યોમાંથી શરાબ ગુજરાતમાં લાવીને તેના નેટવર્કમાં આપવા માટે કુખ્યાત છે. અલગ અલગ જિલ્લાઓમાં તેની સામે 26 કેસો દાખલ થયેલા છે. સૌથી વધુ જૂનાગઢ અને ત્યારબાદ અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ છે.

આ પણ વાંચોઃ સોના પર ડ્યૂટીમાં વધારો વધુ દાઊદ પેદા કરશેઃ જયનારાયણ વ્યાસ

એપ્રિલમાં જ્યારે તેણે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી ત્યારે તે મહેસાણા જેલમાં બંધ હતો.

junagadh Gujarat BJP gujarat