13 June, 2023 10:59 AM IST | Rajkot | Rashmin Shah
ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલું ‘બિપરજૉય’ સામે દ્વારકાધીશ રક્ષણ આપે એ માટે ગઈ કાલે મંદિરની ઉપર અડધી કાઠીએ બે ધજા લહેરાવવામાં આવી
ગુજરાત પર આફત બનીને આગમન કરી રહેલા બિપરજૉય સાઇક્લોન સામે ગુજરાતને રક્ષણ મળે અને એ કોઈ તબાહી ન મચાવે એવા ભાવથી ગઈ કાલે દ્વારકામાં દ્વારકાધીશ મંદિર પર એકને બદલે બે ધજા ચડાવવામાં આવી હતી. ગૂગળી બ્રાહ્મણ સમાજના કિશોરભાઈ પુરોહિતે કહ્યું કે ‘જ્યારે રાજ્ય પર કુદરતી આફતનું સંકટ આવ્યું હોય ત્યારે કાળિયા ઠાકુર સિવાય કોઈ મદદે ન આવી શકે. અગાઉ પણ જ્યારે સંકટ આવ્યું છે ત્યારે આ રીતે જગતમંદિર પર બે ધજાજી લહેરાવવામાં આવી છે અને દ્વારકાધીશે તેમના ભાવિકોનું ધ્યાન પણ રાખ્યું છે.’ ભારે પવન લહેરાતો હોવાથી ધજાને ગઈ કાલે અડધી કાઠીએ રાખવામાં આવી હતી.