Bhavnagar : ત્રણ દિવસ ચાલનાર લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

25 August, 2019 09:10 PM IST  |  Bhavnagar

Bhavnagar : ત્રણ દિવસ ચાલનાર લોકમેળામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો

ભાવનગર લોક મેળો 2019

Bhavnagar : જન્માષ્ટમીના પર્વ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ ઉજવણી થતી હોય છે. ત્યારે સૌરાષ્ટ્ર ભરમાં લોકમેળાનું આયોજન થતું રહેતું હોય છે. રાજકોટ બાદ ભાવનગરમાં પણ લોકમેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં તારીખ 23, 24 અને 25 ઓગસ્ટ દરમ્યાન લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમ્યાન ભાવનગર જિલ્લાના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આનંદ માણ્યો હતો.

આ પણ જુઓ : રાજકોટના લોક મેળાનો આવો છે નજારો, CM રૂપાણીએ કર્યું ઉદઘાટન

ભાવનગર જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોએ લોકમેળામાં ભાગ લીધો
ગુજરાત રાજ્ય યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ-સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે પ્રેરીત ભાવનગરમાં તારીખ
23/ 24/25 ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી જન્માષ્ટમી લોકમેળાનું જવાહર મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે લોકમેળામાં અવનવી યાંત્રિક રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખરીદી માટેના વિવિધ સ્ટોલસ, તથા સેલ્ફી ઝોન વગેરે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું.

આ પણ જુઓ : આ રીતે કરી રાજકોટવાસીઓએ જન્માષ્ટમીની ઉજવણી

આ વખતે લોકમેળામાં મહિલા કારીગરોને પ્રોત્સાહન માટે ખાસ ધ્યાન અપાયું
આ લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત મહિલા કારીગરોના કસબને પ્રોત્સાહન આપવા હસ્તકલાના
50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. તો અવનવી યાંત્રિક રાઇડ્સ અને ખરીદી માટેના વિવિધ સ્ટોલ આ મેળાની શોભા વધારી હતી. આ લોકમેળામાં સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજ્યના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસાવી હતી. તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા હતા. આ લોકમેળામાં લોક મનોરંજન અંગેની સવલતોમાં કોઇ ઉણપ ન રહી ન હતી. તે હેતુથી જન્માષ્ટમી લોકમેળાની પૂર્વ તૈયારીઓની રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ ખાસ ધ્યાન આપ્યું હતું અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડી આ લોકમેળાને સફળ બનાવ્યું હતું.

gujarat bhavnagar