બીજેપીમાં મોટો ભૂકંપ

30 December, 2020 02:57 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

બીજેપીમાં મોટો ભૂકંપ

પ્રતીકાત્મક તસવીર

બીજેપીના વિવાદાસ્પદ સંસદસભ્ય મનસુખ વસાવાએ રાજીનામું આપ્યું છે. પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો છે, જેમાં કહ્યું છે કે મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ન પહોંચે એને કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશ. તેમણે બીજેપીના પક્ષપ્રમુખ સી. આર. પાટીલને આપેલું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવ જેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યા હતા.

મહત્ત્વપૂર્ણ છે કે મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાનાં ૧૨૧ ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશનો વિરોધ કર્યો હતો. મનસુખ વસાવાના ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધના પગલે પક્ષ નારાજ હોય એવી ચર્ચા ચાલી રહી છે.

gujarat Gujarat BJP bharatiya janata party bharuch