બેઠક બોલે છેઃ જાણો સુરત લોકસભા બેઠકને

20 April, 2019 10:28 AM IST  |  સુરત | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો સુરત લોકસભા બેઠકને

જાણો સુરત લોકસભા બેઠકને

ગુજરાતનું ડાયમંડ સિટી એટલે સુરત. સુરત મુખ્યત્વે કાપડ ઉદ્યોગ અને હીરા માટે પ્રસિદ્ધ છે. જેથી તે સિલ્ક સિટીના નામે પણ જાણીતું છે. એવું માનવામાં આવે છે કે આધુનિક સુરતની સ્થાપના પંદરમી સદીના અંતિમ વર્ષોમાં થઈ હતી. 12મી થી 15મી સદી સુધી આ શહેર મુસ્લિમ શાસકો, પોર્ટુગીઝો, મોગલો અને મરાઠાઓના આક્રમણનું શિકાર બન્યું. આ શહેર કપાસ, બાજરો, શેરડી અને ચોખાનું સારું ઉત્પાદન ધરાવે છે.

સુરત લોકસભા વિસ્તારમાં કુલ 14 લાખ 84 હજાર 68 મતદાતાઓ છે. જેમાં 6 લાખ 80 હજાર 212 મહિલા અને 8 લાખ 3 હજાર 829 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

સુરત લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા મતવિસ્તાર વિજેતા ઉમેદવાર પક્ષ
ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
સુરત ઉત્તર કાંતિભાઈ બલાર ભાજપ
વરાછા કુમાર કાનાણી ભાજપ
કારંજ પ્રવિણ ઘોઘારી ભાજપ
કતારગામ વિનોદ મોરડિયા ભાજપ
સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો

સુરત લોકસભા બેઠકના છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014માં સુરતથી મહિલા ઉમેદવાર દર્શના જરદોષને ફરીથી તક આપવામાં આવી હતી. જેમણે કોંગ્રેસના નૈષધ દેસાઈને 5 લાખ 33 હજાર 190 મતોથી હરાવ્યા હતા.

2009માં દર્શના જરદોષ પહેલી વાર દિલ્હીની દોડમાં સામેલ થયા અને કોંગ્રેસના ધીરુભાઈ ગજેરાની હરાવી વિજેતા થયા.

2004માં ભાજપના કાશીરામ રાણાએ કોંગ્રેસના ચંદ્રવદન પીઠાવાલાને હરાવ્યા હતા.

જાણો સુરતના સાંસદને
દર્શના વિક્રમ જરદોષ સુરતના સાંસદ છે જેઓ ગ્રેજ્યુએટ થયેલા છે. દર્શના જરદોષ લાંબો રાજકીય અનુભવ ધરાવે છે. 1988માં તેઓ ભાજપની વૉર્ડ સમિતિના ઉપાધ્યક્ષ હતા. 1996માં તેઓ ભાજપના મહિલા મોરચાના સુરતના ઉપાધ્યક્ષ બન્યા હતા.

તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

પક્ષમાં વિવિધ પદ પર કામ કર્યા બાદ તેઓ 2009માં લોકસભાની ચૂંટણી જીત્યા. 2010માં  પાર્ટીએ તેમને રાષ્ટ્રીય મહિલા મોરચામાં મહાસચિવના પદ પર કામ કરવાનો મોકો આપ્યો. 2014માં તેઓ ફરીવાર સાંસદ મળ્યા.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃજાણો બારડોલી લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019માં ભાજપે દર્શના જરદોષને ફરી તક આપી છે. જ્યારે કોંગ્રેસે અશોક અધેવાળને મેદાનમાં ઉતાર્યા છે.

surat Gujarat BJP Gujarat Congress Loksabha 2019