બેઠક બોલે છેઃ જાણો નવસારી લોકસભા બેઠકને

21 April, 2019 11:17 AM IST  |  નવસારી | ફાલ્ગુની લાખાણી

બેઠક બોલે છેઃ જાણો નવસારી લોકસભા બેઠકને

જાણો નવસારી લોકસભા બેઠકને

દેશમાં પારસીઓનું મહત્વનું સ્થળ એટલે નવસારી. પારસીઓની એક કૉલેજ પણ અહીં છે. અહીં કપાસ, જુવાર, બાજરો અને ઈમારતી લાકડાનો વેપાર થાય છે. નવસારી પહેલા વડોદરા રાજ્યમાં હતું, પરંતુ વર્ષ 1949માં રાજ્યના વિલય બાદ તે સુરત જિલ્લામાં ભળી ગયું અને હવે તે પોતે જિલ્લો બની ગયો છે. આ લોકસભા બેઠક 2008માં પુનઃ સીમાંકન વખતે અસ્તિત્વમાં આવી.

નવસારી લોકસભા મતવિસ્તારમાં 17 લાખ 64 હજાર 622 મતદાતાઓ છે. જેમાં 7 લાખ 92 હજાર 480 મહિલા અને 9 લાખ 72 હજાર 90 પુરૂષ મતદાતાઓ છે.

કઈ-કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ

નવસારી લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠક અને તેમાં વિજેતા ઉમેદવારો નીચે પ્રમાણે છે.

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પક્ષ
લિંબાયત સંગીતા પાટિલ ભાજપ
ઉધના વિવેક પટેલ ભાજપ
મજુરા હર્ષ સંઘવી ભાજપ
ચૌર્યાસી ઝંખના પટેલ ભાજપ
જલાલપોર આર. સી. પટેલ ભાજપ
નવસારી પિયુષ દેસાઈ ભાજપ
ગણદેવી નરેશ પટેલ ભાજપ


લોકસભા ચૂંટણીના પરિણામો
નવસારી લોકસભા બેઠકના છેલ્લી બે લોકસભા ચૂંટણીના પરિણામો જોઈએ તો..

2014 લોકસભા ચૂંટણીમાં ભાજપના સી. આર. પાટિલે કોંગ્રેસના મકસુદ મિર્ઝાને 5 લાખ 58 હજાર 116 મતથી હરાવ્યા હતા.

2008માં પુનઃ સીમાંકન બાદ 2009માં નવસારી લોકસભા બેઠક પર પહેલી વાર ચૂંટણી લડવામાં આવી અને સી. આર. પાટિલ નવસારીથી સાંસદ બન્યા હતા.

જાણો નવસારીના સાંસદને

સી. આર. પાટીલ 1989માં ભાજપમાં જોડાયા હતા. 2008માં તેમને પક્ષના સુરત એકમના કોષાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 2009માં તેઓ પહેલી વાર અને 2014માં બીજી વાર સાંસદ બન્યા.

તસવીર સૌજન્યઃ ટ્વિટ્ટર

2014ની લોકસભા ચૂંટણી તેમણે 5 લાખ 58 હજાર 116 મતોથી વિક્રમી જીત મેળવી હતી. સી. આર. પાટિલ શહેરી વિકાસ માટે બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય પણ રહી ચુક્યા છે.

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો સુરત લોકસભા બેઠકને

2019ની રેસમાં કોણ?

2019 માટે ભાજપે ફરી એક વાર સી. આર. પાટિલને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ધર્મેશ પટેલને ટિકિટ આપી છે.

gujarat Gujarat BJP Gujarat Congress Loksabha 2019