અંબાજી અને પાવાગઢ સહિત ગુજરાતનાં આઠ યાત્રાધામમાં હવે ભિક્ષુકો જોવા નહીં મળે

21 May, 2022 10:34 AM IST  |  Mumbai | Shailesh Nayak

ગુજરાતનાં યાત્રાધામોને ભિક્ષુકમુક્ત કરવા હાથ ધરી કવાયત, ભિક્ષુકો કરી શકે એવું કામ આપી રોજગારી આપવાનું આયોજન પણ વિચારણા હેઠળ

અંબાજી મંદિર


અમદાવાદ : વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ સહિત ગુજરાતનાં આઠ યાત્રાધામ ભિક્ષુકમુક્ત કરવા માટે ગુજરાત સરકારે કવાયત હાથ ધરી છે. આઠ જિલ્લાના કલેક્ટરો સાથે એક વખત વિડિયો કૉન્ફરન્સિંગથી બેઠક કરીને આ બાબતે શું કરી શકાય તે માટે કવાયત હાથ ધરી છે. એટલું જ નહીં પરંતુ ભિક્ષુકો કરી શકે તેવું કામ આપી રોજગારી આપવાનું પણ આયોજન વિચારણા હેઠળ છે. ગુજરાતના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુખ્ય આઠ યાત્રાધામમાં ભિક્ષુકમુક્તનું કામ શરૂ કરવામાં આવે તે મુજબનું સૂચન કલેક્ટર અને મંદિરના ટ્રસ્ટીઓને કર્યું છે, પણ મુખ્યત્વે સરકારી કામ છે. દા.ત. અંબાજી મંદિર હોય તો બનાસકાંઠા કલેક્ટર પ્રયત્ન કરે. ભિક્ષુકો માટે રોજી-રોટી અને રહેવાની વ્યવસ્થા અને તેની ટ્રેઇનિંગ પણ વિચારાઈ છે. ભિક્ષુકોને સિલાઈકામ સહિતની ટ્રેઇનિંગ પણ આપવાનું વિચારણા હેઠળ છે.’

gujarat news