ફોન પર વાત કરી OTP મેળવી ફંડ ટ્રાન્સફર કરતો બેન્ક એજન્ટ ઝબ્બે

25 June, 2019 07:30 PM IST  |  Rajkot

ફોન પર વાત કરી OTP મેળવી ફંડ ટ્રાન્સફર કરતો બેન્ક એજન્ટ ઝબ્બે

ઓનલાઇન ફ્રોડ (PC: The Asian Age)

Rajkot : આજે દેશભરમાં ડિજીટલનો ઉપયોગ વધી રહ્યો છે. ત્યારે આ ડિજીટલના સમયમાં લોકો હજુ ડિજીટલ નથી થયા. ડિજીટલનો ઉપયોગ વધતા ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આ ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધવાનું મુખ્ય કારણ લોકોમાં જાગૃતતા હજુ નથી આવી. આ કારણથી ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે.


ત્યારે મળી રહેલ માહિતી પ્રમાણે મોબાઈલ ફોન પર વાત કરી
OTP મેળવી 9000 જેટલી રકમની ફંડ ટ્રાન્સફર કરી ફ્રોડ કરનાર રાજકોટના જીત પટેલને એલસીબીએ ઝડપી લીધો હતો. તેણે આ રીતે 12 ગ્રાહકો પાસેથી 1.40 લાખની છેતરપીંડી કરી હોવાની કબૂલાત આપી છે. છેતરપીંડીનો ભોગ બનનાર રીબડાના વિપુલ કોળીની ફરીયાદ પરથી પકડાયેલ જીત પટેલ સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

12 ગ્રાહકો સાથે છેતરપીંડિ કરી હોવાની કબૂલાત

પોલીસ પુછપરછમાં આરોપીએ કબૂલાત આપી હતી કે ફિન ન્યુ સોલ્યુશન પ્રા.લી.માં ટીમ લીડર તરીકે નોકરી કરતા અને નીયો બેન્ક ખાતા ખોલતા હોય તે દરમ્યાન વિપુલભાઈ મનસુખભાઈ કોકીયા અને હીતેષભાઈ રાયભણભાઈ ગામીના નિયો બેંકમાં ખાતા ખોલ્યા હતા. જે બાદ બન્નેના નિયો બેન્ક એકાઉન્ટમાંથી ઓનલાઈન ફન્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી ખાતા ધારકોને ફોન કરી બેન્કના કર્મચારીના નાતે વિશ્વાસમાં લઇ ફન્ડ ટ્રાન્સફરનો ઓ.ટી.પી.(પાસવર્ડ) મેળવી પાસવર્ડનો ઉપયોગ કરી રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા. આ સાથે જ કહ્યું કે તેને આ પ્રકારે આશરે 12 ગ્રાહકોના નિયો બેન્ક ખાતાઓમાંથી ઓ.ટી.પી.દ્વારા તેના મિત્રોના ખાતાઓમાં આશરે રૂ. 1.40 લાખના ફંડ ટ્રાન્સફર દ્વારા જમા કરી છેતરપીંડી આચરી હતી. હાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

rajkot gujarat Crime News