ભાજપથી અપક્ષમાં જોડાયેલા રેશ્મા પટેલ પર હુમલો

19 April, 2019 12:36 PM IST  | 

ભાજપથી અપક્ષમાં જોડાયેલા રેશ્મા પટેલ પર હુમલો

રેશ્મા પટેલ પર હુમલો

પોરબંદર લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો થતા ચકચાર મચી ગઈ છે. વંથલીમાં રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો ત્યારબાદ હાર્દિક પટેલને એક શખ્સે સવારમાં જ લાફો માર્યો હતો . લોકસભા ચૂંટણીને હવે વધુ દિવસો બાકી નથી ત્યારે માણાવદર વિધાનસભા બેઠક એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલ પર હુમલો કરાયો હતો. ગુરુવાર સાંજે જુનાગઢનાં વંથલીમાં હુમલો કરાયો હતો. રેશ્મા પટેલ હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

માનવામાં આવી રહ્યું છે કે રેશ્મા પટેલ પર હુમલો ભાજપના કાર્યકર્તા દિપક વડાલીયાએ કર્યો હોવાનુ સામે આવી રહ્યું છે. હુમલા બાદ તરત જ રેશ્મા પટેલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અંગે હાલ કોઈ પણ ફરીયાદ નોંધવામાં આવી નથી.

 

આ પણ વાંચો: Video:ચૂંટણી સભામાં હાર્દિક પટેલ પર થઈ લાફાવાળી

 

રેશ્મા પટેલ હમણા જ ભાજપ છોડી અપક્ષમાં જોડાયા હતા. રેશ્મા પટેલ ગુરુવાર સાંજે તેમના વોર્ડની પાસે સમર્થકો સાથે ચૂંટણીના પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તા દિપક વડાલિયાએ રેશ્મા પટેલ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેમની પર હુમલો કર્યો હતો. આ હુમલાને રેશ્મા પટેલને ખાસ ઈજા થઈ હતી નહી.

Election 2019