અંકલેશ્વર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ

24 September, 2020 05:16 PM IST  |  Gandhinagar | Agencies

અંકલેશ્વર દોઢ કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નહીં હોવાથી અતિભારે વરસાદની શક્યતા નહીંવત્ છે. આજે છત્તીસગઢ પરનું હળવું દબાણ પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ ખસવાની શક્યતાને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. આ દરમિયાન ગઈ કાલે અંકલેશ્વર શહેરમાં માત્ર દોઢ કલાકમાં પાંચ ઇંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર થઈ ગયું છે.
માત્ર દોઢ કલાકમાં પાંચ ઇંચ ખાબકેલા વરસાદના કરાણે અંકલેશ્વરમાં ઘર, દુકાનો અને મંદિરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. ધોધમાર વરસાદના કારણે અંકલેશ્વરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાયાં છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. અંકલેશ્વર શહેરમાં દોઢ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્તાં શહેરના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. અંકલેશ્વરના જીઆઇડીસી સહિતના તમામ વિસ્તારો પાણી-પાણી થઈ ગયાં છે. શહેરના રસ્તાઓ પર પાણી સિવાય કંઈ જોવા મળતું નથી.

gujarat national news