અમૂલ દૂધના ખરીદ ભાવમાં કિલોદીઠ ફૅટમાં 10નો વધારો કર્યો

07 June, 2019 07:21 AM IST  |  આણંદ

અમૂલ દૂધના ખરીદ ભાવમાં કિલોદીઠ ફૅટમાં 10નો વધારો કર્યો

અમૂલ દૂધ

પશુપાલકો માટે સારા સમાચાર છે. અમૂલ દ્વારા પશુપાલકોને ભેટ આપતાં દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફૅટમાં ૧૦ રૂપિયાનો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે બે મહિનાના ટૂંકા ગાળામાં અમૂલ દ્વારા ચાર વખત ભાવવધારો કરવામાં આવ્યો છે જેને કારણે પશુપાલકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

અમૂલ દ્વારા પશુપાલકોને ભેટ આપતા દૂધના ખરીદભાવમાં પ્રતિકિલો ફૅટમાં ૧૦ રૂપિયાનો ભાવવધારો કર્યો છે. હાલમાં પશુપાલકોને પ્રતિકિલો ફૅટમાં ૬૫૦ રૂપિયા મળે છે જે હવે વધીને ૬૬૦ રૂપિયા કરવામાં આવ્યો છે. શનિવારથી આ ભાવવધારો પશુપાલકોને ચૂકવવામાં આવશે. અમૂલ દ્વારા લાગુ કરાયેલો આ ભાવવધારો આવતી કાલથી પશુપાલકોને ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો : લ્યો બોલો: પતિ વિદેશ ન લઈ ગયો, તો પત્નીએ આપ્યા છૂટાછેડા

ઉલ્લેખનીય છે કે અમૂલે બે મહિનાના ટૂંકા ગાળામાં પ્રતિકિલો ફૅટમાં ચાર વખત ભાવવધારો કર્યો છે. અગાઉ લોકસભાની ચૂંટણી પહેલાં પ્રતિકિલો ફૅટમાં ૧૦ રૂપિયાનો ભાવવધારો કર્યો હતો ત્યાર બાદ ૧૧ મેએ પણ ૧૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ૨૪ એપ્રિલે પણ પ્રતિકિલો ફૅટમાં ૧૦ રૂપિયાનો વધારો કર્યો હતો. એટલે કે ફક્ત બે મહિનામાં જ અમૂલે ખરીદભાવમાં ૪૦ રૂપિયાનો વધારો કર્યો છે.

anand gujarat