કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત

01 October, 2019 01:28 PM IST  |  ભરૂચ

કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત

અકસ્માત

ભરૂચ : (જી.એન.એસ.) અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ભરૂચની પાંચ વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. મહેમદાબાદ પોલીસની હદમાં સર્જાયેલી આ દુર્ઘટનામાં મહેમદાબાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ય જાણકારી અનુસાર ભરૂચની પાંચ વ્યક્તિઓ અમદાવાદ આવી રહી હતી એ જ સમયે આ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ખેડા જિલ્લાની હદમાં રિલાયન્સ પેટ્રોલ પમ્પ નજીક મહેમદાબાદ તાલુકાના માકવા ગામ પાસે એક અર્ટિગા કાર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી.
કાર અને ટ્રેલર વચ્ચેની અથડામણ એટલી ભીષણ હતી કે ટ્રેલરનો પાછળનો ભાગ કારની અંદર ઘૂસી જતાં કારમાં સવાર પાંચેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. અકસ્માત થયેલી કારનો નંબર જીજે ૦૬ એચડી ૪૬૪૨ અને ટ્રકનો નંબર જીજે ૦૫ ૫૬૫૬ છે.
પાંચ મરનારામાંથી એકનું નામ ચૌહાણ મહેન્દ્ર રામસિંહ, પટેલ રાજેશભાઈ મગનભાઈ અને જોષી પ્રજ્ઞેશ અશ્વિનકુમાર છે.

gujarat