અમદાવાદની હોટલમાં અમેરિકાની મહિલાએ એવું શું કર્યું કે બધા ચોંકી ઉઠ્યા

12 April, 2019 05:59 PM IST  |  અમદાવાદ

અમદાવાદની હોટલમાં અમેરિકાની મહિલાએ એવું શું કર્યું કે બધા ચોંકી ઉઠ્યા

અમેરિકન મહિલા નેરિન ફ્લોવર

અતિથિ દેવો ભવની સંસ્કૃતિ ધરાવતા આપણા દેશમાં હવે અતિથિ તુમ કબ જાઓગે જેવી સ્થિતિ પણ સર્જાય અને સાથે એવી ફિલ્મો પણ બને છે જો કે ફિલ્મમાં અતિથિના આગમનના અણગમા પછી ફિલ્મના અંતે અતિથિ ગમવા લાગે છે પણ આ કંઇક એવા અતિથિ છે જેમને જોઇને તમને ખરેખર એવું થશે કે આવા અતિથિઓને સાચવવા કેમ?

અમદાવાદના શાહ-એ-આલમ વિસ્તારમાં આવેલી આ હોટલમાં એક અમેરિકન મહિલાએ ચેક-ઈન કર્યું ત્યારે તો હોટલનો સ્ટાફ ખુશ હતો પણ જ્યારે મહિલાનો સામાન આવ્યો ત્યારે સ્ટાફના આંખે જાણે અંધારા આવી ગયા હોય તેવું પ્રતીત થયું. નેરિન ફ્લોવર નામની આ એમેરિકન મહિલાના સામાનમાં એવું તે શું હતું તે જાણવા તમે પણ ઉત્સુક હશો જો કે તમે આ વિશે જાણશો ત્યારે ખરેખર તમે પણ અચંબિત થઈ જશો.

આ સામાન ત્રણ રિક્ષામાં ભરાઇને આવ્યો. આ સામાનમાં છ બિલાડીઓ, સાત કૂતરા અને એક બકરો હતો. હોટેલનો સ્ટાફ આ મહેમાનોને જોઇને મુંઝાયો તેનું એક કારણ એ પણ હતું કે હોટેલમાં ઉતારો મેળવનાર અતિથિઓના પ્રાણીઓ માટે હોટલમાં કોઇ સગવડ નહોતી અને આવી વ્યવસ્થા ન હોવાથી અમેરિકન મહિલા હોટલના સ્ટાફ પર ગુસ્સે ભરાઇ અને પોતાના પૅટ્સ પોતાની સાથે રાખવાની વાત પર મક્કમ રહી. હોટલના સ્ટાફ દ્વારા કરાયેલ પ્રતિકારને કારણે અમેરિકન મહિલાએ તરત જ ફોન પોતાના દેશની એમ્બસીમાં જોડી દીધો, પોલીસ હોટલ પર આવતાં તેણે પણ મહિલાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ બન્નેની અંગ્રેજી એકબીજાને ન સમજાઇ હોવાથી પીઆઇને બોલાવવામાં આવ્યા.

 

પોતે રૂમનું એડવાન્સ ભાડું આપી ચૂકી હોવાથી તેણે હોટલ પણ છોડવી નહોતી. આ પ્રાણીઓ સાથે મહિલા હોટેલમાં જ રહી અને તેના આ પ્રાણીઓ સાથે હોટલરૂમમાં રહેવાના કારણે હોટલમાં રહેતા અન્ય ગેસ્ટને ભારે અવ્યવસ્થા થઇ હોવાથી ચેકઆઉટ કરી ગયા હોવાનું હોટલના સંચાલકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગોંડલનું ગૌરવ : પલક બની 'પોપ્યુલર ક્વિન ઑફ યુનિવર્સ'

ઉલ્લેખનીય છે કે આ મહિલાએ એવી પણ ફરિયાદ કરી કે કોઇકે તેને મુંબઇ લઈ આવવાને બદલે રાજસ્થાન પહોંચાડી દીધી. તે કારણસર તેની પાસે પૈસા પણ ખૂટ્યા. આમ થવાથી તેણે પોલીસ પાસેથી પૈસા ભેગા કરી આપવાની મદદ માગી જેનો પોલીસે ઇનકાર કર્યો. અને આમ 4 દિવસ સુધી મહિલા આ હોટલમાં રહી અને આજે ચેકઆઉટ કરશે.

ahmedabad gujarat