વરસાદ બન્યો વેરી, અમરેલીમાં ડૂબ્યું આખું મંદિર, જુઓ વીડિયો

08 September, 2019 05:30 PM IST  |  અમરેલી

વરસાદ બન્યો વેરી, અમરેલીમાં ડૂબ્યું આખું મંદિર, જુઓ વીડિયો

Image Courtesy:Kamit Solanki Tweet

રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તો મેઘરાજાએ માઝા મૂકી છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. એમાંય અમરેલીના ખાંભામાં માત્ર એક જ કલાકમાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના તાતનીયા, ગીદરડી, પીપળવામાં 3 ઈંચ વરસાદ પડતા રસ્તાઓ અને ગામ પાણી પાણી થઈ ચૂક્યા છે. ક્યાં પાણી ક્યાં જમીન એ જ સમજતું નથી. ઉપરવાસમાં પણ વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે.

ત્યારે તાતણીયા ગામના મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં આખું મંદિર ધસમસતા પાણીમાં ડૂબેલું દેખાઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમામે આ મંદિર તાતણીયા ધરાવાાળા ધૂનામાં આવેલું છે. આ ખોડિયાર મંદિરની છત સુધી નદીના પાણી પહોંચી ચૂકયા છે. આ વીડિયોમાં વહેતા પાણી ભયાનક છે.

અહીં જુઓ વીડિયો

ઉલ્લેખનીય છે કે આખા અમરેલી અને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ બઘડાટી બોલાવી રહ્યો છે. ઉમરિયા ગામના પુલ પર પણ પાણી ફરી વળ્યા છે, જેને કારણે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે. તો ખાંભાની ધર્મશાલામાં 4 ફૂટ સુધી પાણી ભરાયા છેય આ ઉપરાંત ખાંભા તેમજ ગીર પંથકના પીપળવા, નાનુડી, તાતણીયા, લાસા, ધવાડીયા, ગીદરડી, ભાણીયા, નાનાવિસાવદર, નાનીધારી, વાંકીયા, ડેડાણ, ત્રાકુડા, ખાંડાધાર વગેરે ગામોમાં નદીઓમાં ઘોડાપૂર આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચોઃ હજી પાંચ દિવસ પડશે વરસાદ, આ વિસ્તારોમાં છે આગાહી

મળતી માહિતી પ્રમાણે સતત ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદને કારણે ટ્રાન્સફોર્મર પડીને તણાઇ જતા લાઈટ પણ જતી રહી છે. ખાંભા-ઉના હાઇવે ઉપર પાણી ફરી વળતા હાઇવે બંધ થઇ ગયો છે. ખાંભાનો ભગવતીપરા વિસ્તાર સંપર્ક વિહોણો બન્યો છે. ધાતરવાડી નદીનો પુલનો એક ભાગ પણ ધસમસતા પાણીમાં તણાતા વાહનવ્યવહાર બંધ થયો છે.

Gujarat Rains gujarat news