અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવા ભાજપમાં ઉઠી માગ

16 March, 2019 01:45 PM IST  | 

અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવા ભાજપમાં ઉઠી માગ

ભાજપ અધ્યક્ષ અમિત શાહ

લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. દરેક બેઠક માટે નીમાયેલા ત્રણ-ત્રણ નીરિક્ષકો સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરીને તેમનો મત જાણી રહ્યા છે. તો જુદી જુદી બેઠકો પર નેતાઓ દાવેદારી પણ દર્શાવી રહ્યા છે. ત્યારે કઈ બેઠક પરથી કોણ ચૂંટણી લડશે તેની ચર્ચા પણ જોર પકડી રહી છે.

ગુજરાતના કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કપાવાની ચર્ચા ચાલી રહી છે. આ યાદીમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પીએમ ઈન વેઈટિંગ એલ કે અડવાણીનું પણ નામ છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ ગાંધીનગરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ચૂંટણી લડાવવા માગ કરી રહ્યા છે.

ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જ ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બેઠક પરથી અમિત શાહ અને આનંદીબહેન પટેલ બંને ચૂંટણી લડવા ઈચ્છતા હોવાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ કાર્યકર્તાઓ ઉમેદવાર તરીકે અમિત શાહને ઈચ્છી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ લોકસભાની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે, જો કે તેમની બેઠક હજી નક્કી નથી.

આ પણ વાંચોઃ BJP એના 100 ઉમેદવારોની યાદી આજે જાહેર કરશે

હાલ તો અમિત શાહ અને આનંદીબહેન વચ્ચે ગાંધીનગર બેઠકને લઈ ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ દરમિયાન આનંદબહેન પટેલ 4 દિવસ માટે ગુજરાત પણ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણીની ટિકિટને લઈ ગરમાવો વ્યાપ્યો છે.

gujarat Gujarat BJP amit shah Election 2019