ફરી થશે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી

28 May, 2019 03:25 PM IST  |  ગાંધીનગર

ફરી થશે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી

ફરી થશે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી

ગુજરાતથી રાજ્યસભાના સભ્ય અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા લડ્યા અને જીતી ગયા છે. અને હવે તેઓ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. નિયમ પ્રમાણે ચૂંટણી પંચ લોકસભાના અંતિમ પરિણામો જાહેર કરે તેના 14 દિવસમાં રાજીનામું આપવાનું રહે છે. જે બાદ રાજ્યસભાની બે બેઠકો પર ચૂંટણી યોજાશે.

ચૂંટણી રહેશે રસાકસીભરી
રાજ્યસભાની બે બેઠકો ખાલી થશે.બેઠક ખાલી થયાના 6 મહિનામાં તેની ચૂંટણી કરાવવાની રહે છે. હાલ ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ જોતા એ બે બેઠકોમાંથી એક બેઠક ભાજપને જ્યારે એક કોંગ્રેસને મળી શકે છે. ગુજરાતમાં રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવા માટે 61 ધારાસભ્યોના મત જરૂરી છે. કોંગ્રેસ પાસે જરૂર કરતા વધુ સદસ્યો છે. જ્યારે ભાજપ પાસે હાલની તારીખે 105 સભ્યો છે. જો ભાજપને બંને બેઠકો જાળવવી હોય તેમણે કોંગ્રેસના 11 ધારાસભ્યોના મત ઓછા કરવા પડે એમ છે.

2017ની ચૂંટણી રહી હતી વિવાદસ્પદ
2017માં જ્યારે ગુજરાતની 3 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ખૂબ જ વિવાદો થયા હતા. ભાજપે ત્રણેય બેઠકો પોતાની પાસે રાખવા અનેક પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને હોર્સ ટ્રેડિંગથી બચાવવા માટે બેંગ્લોર લઈ ગઈ હતી.

આ પણ વાંચોઃ રાજીનામું આપવાની જીદ પર રાહુલ ગાંધી, મનાવવાના પ્રયાસો ચાલુ

રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ચોએ ક્રોસ વોટિંગ પણ કર્યું હતું. જો કે આખરે કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. આ વખતે જો કોંગ્રેસ અને ભાજપ બંનેને એક-એક બેઠક મળે તો ભાજપને એક બેઠક રાજ્યસભામાંથી ગુમાવવાનો વારો આવી શકે છે.

amit shah smriti irani gujarat