AMCનો મોન્સુન પ્લાન, રિવરફ્રન્ટનું પાણી ફતેહવાડી નહેરમાં ખાલી કરાયું

06 May, 2019 01:18 PM IST  | 

AMCનો મોન્સુન પ્લાન, રિવરફ્રન્ટનું પાણી ફતેહવાડી નહેરમાં ખાલી કરાયું

ફાઈલ ફોટો

અમદાવાદ કોર્પોરેશન અત્યારથી વરસાદ પહેલાની પુર્વ તેયારીના ભાગ રૂપે પોતાના એક્શન પ્લાનમાં લાગી ગયું છે. અમદાવાદના વાસણા બેરેજમાં પાણીનું લેવલ ઓછુ કરવામાં આવી રહ્યું છે. વરસાદ પહેલા પૂર્વ તૈયારીઓના ભાગ રુપે જાળવણી કરવા માટે પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગ દ્વારા લેવાયેલા પગલામાં ફતેહવાડી કેનાલમાં રિવરફ્રન્ટનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે. આ પ્રોસેસ છેલ્લા એક અઠવાડિયાથી શરુ કરવામાં આવી છે. સિવિક ઓફિસયલ્સે કહ્યું હતું કે, વાસણા બેરેજ દરવાજાઓની વાર્ષિક જાળવણીના ભાગરુપે રિવરફ્રન્ટમાંથી કેટલુક પાણી ખાલી કરવામાં આવ્યું છે.

AMCના સિનિયર અધિકારીએ કહ્યું હતં કે, સાબરમતી રિવરફ્રન્ટની એવરેજ કેપેસિટી 10-12 મિલિયન ક્યૂબિક મીટર પાણી છે જેનો ઉપયોગ પ્રાથમિક જરુરીયાતો માટે કરવામાં આવે છે. સિંચાઈ વિભાગની જરુરીયાત અનુસાર ધોળકા અને સાણંદના કેટલાક ગામોમાં સિંચાઈ માટે નર્મદાનું 200 થી 300 ક્યુસેક પાણી વાસણા બેરેજથી ફતેહવાડી કેનાલમાં છોડવામાં આવે છે. નર્મદાના ફ્રેશ પાણીને રિવરફ્રન્ટમાં 3-4 વાર બદલવામાં આવે છે.

એએમસીના પ્લાન પ્રમાણે 11.5 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ યોજના મુજબ, 2019થી રિવરફ્રન્ટમાં નર્મદાની જગ્યાએ હવે બનાવાયેલા 5 STPમાંથી ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે

ahmedabad